હાઇડ્રોજન ટ્રેન દેશની સિધ્ધિ જરૂર છે પણ આખા દેશમાં ચલાવવી અઘરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી એ સાથે જ ભારત વિશ્વમાં હાઈડ્રોજન ટ્રેન ચલાવતા સીલેક્ટેડ દેશોની યાદીમાં આવી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી એ સાથે જ ભારત વિશ્વમાં હાઈડ્રોજન ટ્રેન ચલાવતા સીલેક્ટેડ દેશોની યાદીમાં આવી ગયો. હરિયાણાના જીંદથી સોનીપતના રૂૂટ પર દોડનારી આ ટ્રેનને 89 કિમી.નું અંતર કાપતાં 2 કલાક લાગશે. 10 કોચવાળી આ ટ્રેન 14 સ્ટેશનો વચ્ચે મહત્તમ 75 કિમી. પ્રતિ કલાકની ઝડપે દોડવાની છે પણ દરેક સ્ટેશને બે-ત્રણ મિનિટ ઊભી રહેશે તેથી બે કલાકમાં પહોંચશે. મોદીએ હાઈડ્રોજન ટ્રેનની શરૂૂઆતને ભારતની ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે કેમ કે, ભારત હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી ટ્રેન શરૂૂ કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે.

ભારત પણ વિકસિત દેશોની હરોળમાં આવી ગયો એવું બતાવવા માટે હાઈડ્રોજન ટ્રેનની સિદ્ધિનાં ગુણગાન ગાવામાં કંઈ ખોટું નથી પણ પ્રેક્ટિકલી હાઈડ્રોજન ટ્રેનનો વિકલ્પ ભારત માટે બહુ ફાયદાકારક નથી. તેનું કારણ ભારતીય રેલવેનો વ્યાપ અને બ્રોડગેજ લાઈનોમાં લગભગ 100 ટકા ઈલેકિટ્રફિકેશન છે. એક સમયે ભારતમાં ટ્રેનોનાં એન્જિન ડીઝલ પર દોડતાં ને ઈલેક્ટ્રિસિટી પર ચાલતી ટ્રેનો બહુ ઓછી હતી. ઘણે ઠેકાણે તો સ્ટીમ એન્જિન પર ચાલતી ટ્રેન એટલે કે આગગાડી પણ ચાલતી હતી. ડો. મનમોહનસિંહની સરકારના સમયમાં ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે રેલવેના નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન કરવાનો નિર્ણય લેવાયો પછી ધીરે ધીરે ડીઝલ એન્જિનોની બાદબાકી થતી ગઈ.

ડો. મનમોહનસિંહની સરકાર વખતે રેલવેના ઈલેક્ટ્રિફિકેશનનું કામ ધીમી ગતિએ થયું ને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તેમાં જબરદસ્ત તેજી આવી એવું સરકારી આંકડા કહે છે. દુનિયામાં ઘણા દેશો પાસે હાઈડ્રોજન ટ્રેન છે પણ કોઈ દેશે હાઈડ્રોજનને મુખ્ય ફ્યુઅલ નથી બનાવ્યું. જર્મનીએ 2018માં દુનિયાની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવી હતી પણ તેનો ઉપયોગ વધાર્યો નથી. શરૂૂઆત કરી હતી એ એક જ રૂૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડાવાય છે. અમેરિકામાં 2025માં હાઈડ્રોજન ટ્રેન શરૂૂ કરાઈ પણ પ્રદૂષણની સમસ્યા ખરાબ છે એ એક જ રૂૂટ પર દોડાવાય છે. જાપાને 2022માં હાઈડ્રોજન ટ્રેનનો ટ્રાયલ રન ચલાવ્યો પણ નિયમિત રીતે ઉપયોગ નથી કરાતો. ચીનમાં બે રૂૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડે છે જ્યારે કેનેડામાં તો માલસામાનની હેરફેર માટે જ હાઈડ્રોજન ટ્રેન વપરાય છે. દક્ષિણ કોરિયાએ પણ હાઈડ્રોજન ટ્રેનના ટ્રાયલ રન કર્યા છે પણ હજુ ચાલુ કરી નથી. આ બધા દેશો હાઈડ્રોજન ટ્રેન તરફ નથી વળતા તેનું કારણ વધારે ખર્ચ અને ફફ્યુઅલની મર્યાદિત ઉપલબ્ધતા જ છે. ભારત પણ આ વાસ્તવિકતાને સ્વીકારીને હાઈડ્રોજન ટ્રેન તરફ બહુ નહીં વળે. શો-પીસ જેવા પાંચ-સાત રૂૂટ પર ચલાવાશે પણ રેલવેની આખી સિસ્ટમ હાઈડ્રોજન ટ્રેનથી ચાલે એવું કમ સે કમ નજીકના ભવિષ્યમાં તો નહીં જ બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *