ઇસરોમાંથી એક વર્ષમાં 100થી વધુ વિજ્ઞાનીઓના રાજીનામાથી સરકાર ચોંકી, નવો આદેશ જારી કર્યો

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માં હાલમાં વૈજ્ઞાનિકોના મોટા પાયે થઈ રહેલા રાજીનામાને કારણે મોટી ઉથલપાથલ મચી ગઈ છે. ઈસરોના અનેક સિનિયર સાયન્ટિસ્ટ અને ટેકનિકલ…

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માં હાલમાં વૈજ્ઞાનિકોના મોટા પાયે થઈ રહેલા રાજીનામાને કારણે મોટી ઉથલપાથલ મચી ગઈ છે. ઈસરોના અનેક સિનિયર સાયન્ટિસ્ટ અને ટેકનિકલ એક્સપર્ટ્સ સંસ્થા છોડીને પ્રાઈવેટ સ્પેસ કંપનીઓ તરફ વળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 1 જ વર્ષમાં આશરે 100 થી 120 વૈજ્ઞાનિકોએ ઈસરોમાંથી રાજીનામા આપી દીધા છે. રાજીનામાના આ સિલસિલાને રોકવા માટે ભારત સરકારના અંતરિક્ષ વિભાગ (DoS) એ એક અત્યંત કડક પગલું ભર્યું છે, જેના અંતર્ગત હવે વૈજ્ઞાનિકોના રાજીનામા કે વીઆરએસની પ્રક્રિયાને સહેલાઈથી મંજૂરી મળશે નહીં.

ઈસરોમાંથી તાજેતરમાં રાજીનામું આપનારાઓમાં ગગનયાન અને ચંદ્રયાન-3 જેવા ભારતના મહત્વાકાંક્ષી મિશન્સના પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ અને મેનેજર્સ પણ સામેલ છે. સરકારનું માનવું છે કે આ રીતે અચાનક ચાલુ મિશને વૈજ્ઞાનિકોના જવાથી રાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે અંતરિક્ષ વિભાગે 14 જુલાઈએ એક આંતરિક મેમોરેન્ડમ (પરિપત્ર) જાહેર કર્યો છે. 4,577 કર્મચારીઓ ધરાવતા ઈસરોના આ સૌથી મોટા સેન્ટરમાંથી છેલ્લા નાણાકીય વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 20 વૈજ્ઞાનિકોએ રાજીનામું આપ્યું છે. જેમાં કટખ-3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિક્ટર જોસેફ પણ સામેલ છે. 1,339 કર્મચારીઓ ધરાવતા આ સેન્ટરમાંથી આશરે 80 જેટલા લોકોએ નોકરી છોડી દીધી છે. જેમાં જાફઉયડ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ચંદ્રયાન-3 ના પ્રોજેક્ટ મેનેજર (સિમ્યુલેશન) આદિત્ય રલ્લાપલ્લીનો પણ સમાવેશ થાય છે.

નવા નિર્દેશો અનુસાર, હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા ’ગ્રુપ અ’ ના સાયન્ટિફિક અને ટેકનિકલ સ્ટાફના સ્વૈચ્છિક નિવૃત્તિ (ટછજ) અથવા રાજીનામાના પ્રસ્તાવને હવે રૂૂટિન પ્રક્રિયા ગણીને સ્થાનિક સ્તરે સીધી મંજૂરી આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *