મધ્યપ્રદેશમાં ઇથેનોલના નામે 1160 કરોડનું ચોખા કૌભાંડ

ઇથેનોલ બનાવવા સરકારે 5 લાખ ટન ફોર્ટિફાઇડ ચોખા ફાળવ્યા હતા, પ્લાન્ટના માલિકોએ મોંઘા ચોખામાંથી ઇથેનોલ બનાવવાના બદલે તે જથ્થો રાઇસ મીલોને વેચી દઇ, કસ્ટમ-મિલ્ડ ચોખાના…

ઇથેનોલ બનાવવા સરકારે 5 લાખ ટન ફોર્ટિફાઇડ ચોખા ફાળવ્યા હતા, પ્લાન્ટના માલિકોએ મોંઘા ચોખામાંથી ઇથેનોલ બનાવવાના બદલે તે જથ્થો રાઇસ મીલોને વેચી દઇ, કસ્ટમ-મિલ્ડ ચોખાના નામે પાછા સરકારી ગોડાઉનમાં જમા કરાવી દીધા હતા

મધ્ય પ્રદેશમાં ઇથેનોલ બનાવવાના નામે એક બહુ મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં સરકારી અધિકારીઓ, રાઇસ મિલ માલિકો અને ઇથેનોલ પ્લાન્ટના સંચાલકોએ ભેગા મળીને આશરે ₹1,160 કરોડનો સરકારી ચોખા સગેવગે કરી નાખ્યો છે. ઇથેનોલ બનાવવા માટે આપેલા આ ચોખાનો ઉપયોગ કરવાને બદલે તેને ગુપ્ત રીતે પાછા સરકારી ગોડાઉનોમાં જ જમા કરાવી દેવાતા હતા. આ મોટી છેતરપિંડી પકડાતા જ પોલીસે તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે અને આ મામલે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં ઇથેનોલ બનાવવા માટે સરકાર દ્વારા 5 લાખ મેટ્રિક ટન (એટલે કે 50 લાખ ક્વિન્ટલ) સરકારી ચોખાની ફાળવણી કરવામાં આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત 1160 કરોડ રૂૂપિયા જેટલી થાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ કોઈ સામાન્ય ચોખા નહોતો પરંતુ તે ફોર્ટિફાઇડ એટલે કે ખાસ પોષણયુક્ત ચોખા હતા.

આ કરોડો રૂૂપિયાના કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 2 જૂને બાલાઘાટના સરકારી ગોડાઉનમાંથી ઇથેનોલ બનાવવા માટે ચોખા ભરીને નીકળેલી ત્રણ ટ્રકો પોતાના સાચા સરનામે પહોંચી જ નહીં. સરકારી ચોપડે આ ચોખા છિંદવાડાના ઇથેનોલ પ્લાન્ટમાં મોકલવાના હતા, પરંતુ તેના બીજા જ દિવસે આમાંથી એક ટ્રક બાલાઘાટની જ એક ખાનગી રાઇસ મિલમાં ઊભેલી પકડાઈ ગઈ અને બાકીની બે ટ્રકો પણ ગુમ હતી.

આ શંકાસ્પદ ઘટના સામે આવ્યા બાદ પોલીસે SITની રચના કરીને બાલાઘાટ, છિંદવાડા અને સિવની જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે ચોખા ભરેલી 12 ટ્રકો જપ્ત કરી છે અને ટ્રાન્સપોર્ટર્સ સહિત 40થી વધુ લોકોની કડક પૂછપરછ શરૂૂ કરી દીધી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *