ગુરુગ્રામમાં એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર; 3 પોલીસકર્મીને ઇજા

શૂટર્સને પકડવા પોલીસ ટીમ પહોંચતા જ ગેંગસ્ટરોએ ગોળીબાર કર્યો: પાંચમો શૂટર પણ ઘાયલ હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયાનક એન્કાઉન્ટર થયું છે.…

શૂટર્સને પકડવા પોલીસ ટીમ પહોંચતા જ ગેંગસ્ટરોએ ગોળીબાર કર્યો: પાંચમો શૂટર પણ ઘાયલ

હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયાનક એન્કાઉન્ટર થયું છે. ક્રાઈમ બ્રાન્ચ અને કૂખ્યાત ગેંગસ્ટર દીપક નાંદલ ગેંગ વચ્ચે થયેલા સામસામે ગોળીબારમાં 4 બદમાશો ઘટનાસ્થળે જ ઠાર થયા છે. આ ક્રોસ ફાયરિંગમાં ગેંગનો 1 અન્ય શૂટર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચના 3 પોલીસ જવાનો પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે.

પ્રશાસન હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.
દિલ્હી-ગઈછ માં ગુનાખોરી નાબૂદ કરવાના અભિયાન હેઠળ ગુરુગ્રામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને વિસ્તારમાં દીપક નાંદલ ગેંગના હથિયારધારી શૂટરો છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ ઇનપુટના આધારે પોલીસે તાત્કાલિક એક ખાસ ટીમ બનાવીને બદમાશોની ઘેરાબંધી શરૂૂ કરી હતી. પોલીસને જોતા જ બદમાશોએ બચવા માટે અંધાધૂંધ ફાયરિંગ શરૂૂ કરી દીધું હતું.

બદમાશોના હુમલા બાદ પોલીસે પણ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ઘણી રાઉન્ડ ગોળીઓ છૂટતા આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. આ અથડામણમાં ગેંગના 4 શાર્પશૂટર ત્યાં જ માર્યા ગયા હતા, જ્યારે 5મા શૂટરને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તે ભારે સુરક્ષા વચ્ચે સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *