શુક્રવારે યોજાશે હેમામાલિની લાઇવ ઇન કોન્સર્ટ ચેરિટી મ્યુઝિકલ કોન્સર્ટ

ભારતીય સિનેમામાં હેમા માલિનીનાં 60 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં યોજાનારા ’હેમા માલિની લાઇવ ઇન કોન્સર્ટ’ ચેરિટી મ્યુઝિકલ કોન્સર્ટની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. આ…

ભારતીય સિનેમામાં હેમા માલિનીનાં 60 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં યોજાનારા ’હેમા માલિની લાઇવ ઇન કોન્સર્ટ’ ચેરિટી મ્યુઝિકલ કોન્સર્ટની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે હેમા માલિનીએ હાજરી આપી હતી અને અભિનેત્રીઓ પદ્મિની કોલ્હાપુરે તથા પૂનમ ઢિલ્લોં સાથે પોઝ આપ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ 10 જુલાઈએ સાયન સ્થિત ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં યોજાશે.

આ કોન્સર્ટમાં અનુ મલિક, સુરેશ વાડકર, સુદેશ ભોસલે, કવિતા કૃષ્ણમૂર્તિ, અનુપ જલોટા અને પદ્મિની કોલ્હાપુરે જેવા દિગ્ગજ ગાયકો હેમા માલિનીનાં સદાબહાર ફિલ્મી ગીતો રજૂ કરીને સંગીતમય ઉજવણી કરશે.
દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની યાદને સમર્પિત આ મ્યુઝિકલ સાંજે હેમા માલિની પોતાની ફિલ્મી સફરના અનેક રસપ્રદ કિસ્સાઓ પણ શેર કરશે. કાર્યક્રમમાં 15 સભ્યોનું લાઇવ ઑર્કેસ્ટ્રા હશે અને હેમા માલિની પ્રથમ વખત સ્ટેજ પર લાઇવ સિંગિંગ કરશે.

આ એક ચેરિટી શો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટિકિટના વેચાણમાંથી મળેલી પાંચ લાખ રૂૂપિયાની સહાય ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ અને સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનના વરિષ્ઠ કલાકારો તથા સિનેમા કર્મચારીઓની મદદ માટે આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *