બેંગલુરુમાં કેપજેમિની ટેક્નોલોજી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ કેમ્પસમાં કાર્યરત ડેકેર (ક્રેચ) સેન્ટરમાં કથિત હુમલો, ધાકધમકી અને નાના બાળકો સાથે ક્રૂર વર્તનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુ શહેર પોલીસે આ મામલે પાંચ મહિલા કર્મચારીઓ સામે ફોજદારી કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસ શરૂૂ કરવામાં આવી છે અને તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જ્યારે બાળકો રડતા હતા, ત્યારે તેમને ડરાવવા માટે વોશિંગ મશીનમાં બંધ કરી દેવામાં આવતા હતા.
વધુમાં, કેટલાક બાળકોને સાંકડા, પાણી ભરેલા પાઈપોમાં મૂકીને ત્યાં છોડી દેવામાં આવતા હતા. બાળકોને નાના બાથરૂૂમમાં પણ બંધ કરવામાં આવતા હતા અને વિવિધ પ્રકારની ધાકધમકી અને ધમકીઓ આપવામાં આવતી હતી. આ ઘટનાઓથી બાળકોને શારીરિક અને માનસિક બંને રીતે તકલીફ થઈ. કેપજેમિનીએ સાવચેતીના પગલા તરીકે તેના બેંગલુરુ કેમ્પસમાં ડે-કેર સેન્ટરને અસ્થાયી રૂૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
