સિંધુ જળ સંધિ જૂની થઈ ગઈ, આતંક ફેલાવનારાઓ સહકારની અપેક્ષા ન રાખે

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ ખાતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિને વર્તમાન સંદર્ભમાં જૂની અને અપ્રચલિત ગણાવી હતી.…

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ ખાતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિને વર્તમાન સંદર્ભમાં જૂની અને અપ્રચલિત ગણાવી હતી. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આતંકવાદનો ઉપયોગ રાજ્ય નીતિ તરીકે કરતો દેશ મિત્રતા અને સહયોગના ફાયદાની અપેક્ષા રાખી શકતો નથી.

યુએન ખાતે ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાકિસ્તાનના આરોપોનો કડક જવાબ આપ્યો. તેમણે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ પર ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે. એક તરફ પાકિસ્તાન દ્વારા આતંકવાદની નિકાસ કરવી અને બીજી તરફ સદ્ભાવના પર આધારિત સંધિના લાભ મેળવવાનું અતાર્કિક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 1960ની સંધિ જૂની થઈ ગઈ છે; દુનિયા બદલાઈ રહી છે, અને કોઈ પણ તકનીકી વ્યવસ્થા સમય જતાં સ્થિર રહી શકતી નથી. આ છ દાયકા જૂની સંધિ આજની વાસ્તવિકતાઓથી અલગ થઈ શકતી નથી.

ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને ત્યાં સુધી સ્થગિત કરી દીધી છે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ ન કરે. સરકારી માહિતી અનુસાર, પાકિસ્તાન તેની 80 ટકા ખેતી અને 93 ટકા પાણીની જરૂૂરિયાતો માટે સિંધુ નદી પ્રણાલી પર આધાર રાખે છે.ભારતીય રાજદ્વારીએ જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઘઈંઈ) દ્વારા આપવામાં આવેલા નિવેદનોને પણ સ્પષ્ટપણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો પ્રચાર ફક્ત તેની પોતાની સ્થાનિક નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ છે. ભારતે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. હવે એકમાત્ર બાકી મુદ્દો હાલમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના ભારતીય પ્રદેશોની મુક્તિ છે.
ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનની જૂની યુક્તિઓ હવે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કામ કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *