94 વર્ષમાં પ્રથમવાર 14 દીકરીઓ આર્મી એરફોર્સમાં અધિકારી બની

દેહરાદુન ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી અને હૈદરાબાદ એરફોર્સ એકેડેમીમાં પાર્સીૈંગ આઉટ પરેડ યોજાઈ, રાષ્ટ્રપતિ અને રક્ષામંત્રીની હાજરી 13 જૂન, 2026નો આ દિવસ ભારતીય સેના અને દેશની…

દેહરાદુન ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી અને હૈદરાબાદ એરફોર્સ એકેડેમીમાં પાર્સીૈંગ આઉટ પરેડ યોજાઈ, રાષ્ટ્રપતિ અને રક્ષામંત્રીની હાજરી

13 જૂન, 2026નો આ દિવસ ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષા પાસ કરનારી દેશની 14 દીકરીઓ 1 વર્ષની કપરી ટ્રેનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઓફિસર બની ગઈ છે. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA) અને હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરેડ (POP) બાદ આ તમામ દીકરીઓ દેશની સેવામાં કમિશન થઈ છે.

આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સેનાના ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે.દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA)ની સ્થાપના 1 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. પોતાના 94 વર્ષના ભવ્ય ઇતિહાસમાં પહેલીવાર આ એકેડમીએ એવો નજારો જોયો જેણે દેશની છાતી ગજગજ ફુલાવી દીધી. IMAના ઇતિહાસમાં આ પ્રથમ તક હતી જ્યારે 9 મહિલા કેડેટ્સે પુરુષ કેડેટ્સની સાથે ખભેથી ખભો મિલાવીને લાસ્ટ સ્ટેપ પાર કર્યો અને ભારતીય થલસેનામાં સૈન્ય અધિકારી બની. જ્યારે ચેટવુડ બિલ્ડિંગની સામે આ દીકરીઓએ ડ્રિલ સ્ક્વેરમાં કદમતાલ મિલાવ્યા, ત્યારે આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.

આ ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન દેશને કુલ 746 નવા સૈન્ય અધિકારીઓ મળ્યા છે જેમાં – દેહરાદૂન IMAમાંથી કુલ 515 કેડેટ્સ પાસ આઉટ થયા, જેમાં NDAના પહેલા મહિલા બેચની 9 મહિલા કેડેટ્સ સૈન્ય અધિકારી બની છે. – હૈદરાબાદ એરફોર્સ એકેડમીમાંથી કુલ 231 ફ્લાઇટ કેડેટ્સ પાસ આઉટ થયા, જેમાં 5 મહિલા કેડેટ્સ (NDA બેચની) વાયુસેનામાં ઓફિસર તરીકે કમિશન થઈ છે. – વિશેષ વાત એ છે કે, દેહરાદૂન એકેડમીમાંથી આ વખતે 16 મિત્ર દેશોના 34 વિદેશી કેડેટ્સે પણ ટ્રેનિંગ પૂરી કરી છે, જે ભારતની વૈશ્વિક સૈન્ય તાકાત દર્શાવે છે.

અગાઉ મહિલાઓ માટે NDAના દરવાજા બંધ હતા અને તેઓ માત્ર શોર્ટ સર્વિસ કમિશન, ચેન્નાઈની ઘઝઅ અથવા મેડિકલ સર્વિસ દ્વારા જ સેનામાં જોડાઈ શકતી હતી. પરંતુ જૂન 2022માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો, જેના પછી ઓગસ્ટ 2022માં મહિલા કેડેટ્સની પ્રથમ બેચે NDAમાં પ્રવેશ મેળવ્યો. 3 વર્ષની આકરી મહેનત બાદ મે 2025માં 18 મહિલા કેડેટ્સ ગ્રેજ્યુએટ થઈ હતી, જેમાંથી 9 દીકરીઓએ ભારતીય આર્મી પસંદ કરી અને 1 વર્ષની આકરી ટ્રેનિંગ બાદ આજે દેશની રક્ષક બની ગઈ.

આ અવસરે રાષ્ટ્રપતિ અને રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતાં. કેડેટ્સને સંબોધિતરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ ક્ષણને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું, ’આ ભારતીય સૈન્ય એકેડમીના ઇતિહાસમાં પહેલીવાર 9 મહિલા કેડેટ્સ પાસ આઉટ થઈ રહી છે, જે માત્ર આ એકેડમી માટે નહીં પણ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારતમાં મહિલાઓને પુરુષો સમાન જ હક છે અને તેઓ દેશની સુરક્ષામાં બરાબરીની ભાગીદારી નોંધાવી રહી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *