તેલંગાણા T20, પ્રથમ સિઝનમાં તિલક-સિરાજ પર પૈસાનો વરસાદ

    રામોજી ફિલ્મ સિટીના પ્રિન્સેસ ક્ધવેન્શન સેન્ટરમાં તેલંગાણા ક્રિકેટે એક નવા યુગની શરૂૂઆત કરી છે. અહીં તેલંગાણા ટી-20 લીગ માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું.…

 

 

રામોજી ફિલ્મ સિટીના પ્રિન્સેસ ક્ધવેન્શન સેન્ટરમાં તેલંગાણા ક્રિકેટે એક નવા યુગની શરૂૂઆત કરી છે. અહીં તેલંગાણા ટી-20 લીગ માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. આ ઓક્શન તેલંગાણાની મુખ્ય ફ્રેન્ચાઇઝી આધારિત ટી-20 લીગના એક મહત્વપૂર્ણ પગલું છે.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે રજિસ્ટર્ડ 1300થી વધુ ખેલાડીઓમાંથી ફ્રેન્ચાઇઝી ટીમોએ આઇકોન, અ+ અને અ કેટેગરીમાં રાજ્યના શ્રેષ્ઠ પ્રતિભાશાળી ખેલાડીઓને પસંદ કરીને પોતાની ટીમ બનાવી છે. આ ઓક્શનમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર, ઘરેલુ સ્તરના જાણીતા ખેલાડીઓ અને રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓના ટેલેન્ટને એક જ પ્લેટફોર્મ પર લાવી દીધા. આ પગલાંથી રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને દેશ અને દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમીને પોતાનો અનુભવ વધારવાની તક મળશે.

તિલક વર્મા સૌથી મોંઘો ખેલાડી – આ લીગમાં તિલક વર્મા ઓક્શનના સૌથી મોંઘા ખેલાડી બન્યો છે. તેને મેડક ફેલ્ક્ધસે 33 લાખ રૂૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તિલક વર્મા હાલમાં ટી-20ના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે અને તાજેતરમાં જ તેને ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તિલક વર્મા ઉપરાંત પેસર મોહમ્મદ સિરાજ પણ તેલંગાણા ટી-20 લીગમાં રમશે. મોહમ્મદ સિરાજને વારંગલ વોરિયર્સે 14 લાખ રૂૂપિયામાં ખરીદ્યો છે. બીજી તરફ, ઈટ મિલિંદ સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે, જેને અન્વિતા ખમ્મમ એસેસે 17 લાખ રૂૂપિયામાં ખરીદ્યો છે. આ ખેલાડીઓ આ લીગને એક અલગ જ સ્તરની સ્પર્ધા બનાવી દે તેવી શક્યતા છે.

ઓક્શન દરમિયાન કુલ 160 ખેલાડીઓ ખરીદાયા હતા, જેમાં 9 આઇકન ખેલાડી, 6 અ+ ખેલાડી, 30 અ કેટેગરીના ખેલાડી, 8 ઇ કેટેગરીના ખેલાડી અને ઈ તથા ઈ2 કેટેગરીના 107 ખેલાડીઓ સામેલ છે. ગ્રાસરૂૂટ લેવલે ક્રિકેટના વિકાસ માટે ઝૠ20એ ખાસ ધ્યાન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *