ચાંદીમાં રૂા.9000 અને સોનામાં 2500નો ઘટાડો, ત્રણ દિવસમાં ચાંદી 29000 તૂટી, રૂપિયો વધુ 61 પૈસા નબળો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર લેબેનોનને લઈને યુદ્ધ ભડકતાં બંને દેશોએ એકબીજા પર બેલેસ્ટિક મિસાઈલો ઝીંકતા મિડલ ઈસ્ટમાં નવેસરથી તણાવ વધી ગયું છે. આ સૌની અસર હવે દુનિયાભરના શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર થઇ રહી છે.
ફરી એકવાર યુદ્ધની શક્યતાને જોતા આજે ભારતીય શેરબજાર નકારાત્મક ખુલ્યુ હતું. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં આજે એકઝાટકે 925 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. પ્રિસેશનના કડાકા બાદ સેન્સેક્સમાં થોડીક રિકવરી દેખાઈ અને હાલ 650 અંક નીચે જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે શુક્રવારે 23336.70 પોઈન્ટ પર ક્લોઝ થઈ હતી તે આજે સોમવારે સીધો 296 પોઇન્ટના કડાકા સાથે 23070 પર પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમાં પણ થોડીક રિકવરી આવી હતી અને હાલ 210 અંક નીચે જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 350 અને મીડ કેપ નિફ્ટી 600 અંક નીચે જોવા મળી રહી છે.
આજે સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં શુક્રવારનું સોનાનું ક્લોઝિંગ રેટ 155594 રૂૂપિયા હતું જે આજે સીધું 153200 સુધી ગગડી ગયું હતું. એટલે કે તેમાં કુલ 2500 રૂૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો તેમાં 9000 રૂૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. શુક્રવારે ચાંદી 248537 રૂૂપિયાના ભાવે ક્લોઝ થઇ હતી જે આજે સીધી 239090 રૂૂપિયાના તળિયે પહોંચી હતી. જોકે ત્યાંથી 2000 ની રિકવરી જોવા મળી હતી.
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયા છે. આજે 3.31 ડોલરના વધારા સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 97.40 ડોલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ ડોલર સામે રૂૂપિયો પણ કમજોર થયો છે. આજે રૂૂપિયો 61 પૈસાની નબળાઈ સાથે ડોલર સામે ફરી 95.75ની સપાટીને કૂદાવી ગયો છે જે ફરી એકવાર મોંઘવારી વધવાના સંકેત આપી રહ્યો છે.
