ગોવામાં કચરો ફેંકવાના વાયરલ વીડિયોમાં પોલીસ ફરિયાદ બાદ વિદ્યાર્થીનો આપઘાત

ગોવાના માપુસા વિસ્તારમાં કચરો ફેંકવાના આરોપમાં વાયરલ થયેલા વીડિયો અને પોલીસ નોટિસ પછી 22 વર્ષીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે…

ગોવાના માપુસા વિસ્તારમાં કચરો ફેંકવાના આરોપમાં વાયરલ થયેલા વીડિયો અને પોલીસ નોટિસ પછી 22 વર્ષીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા અને ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શુક્રવારે આ મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃત વિદ્યાર્થી માપુસા (ઉત્તર ગોવા)નો વતની હતો. ગુરુવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્થાનિક વ્યક્તિ વિદ્યાર્થીને રસ્તાની બાજુમાં કચરો ફેંકતો હોવાના આરોપમાં સામે આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસને ફરિયાદ મળી હતી અને ગોવા નોન-બાયોડિગ્રેડેબલ ગાર્બેજ (કંટ્રોલ) એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે કહ્યું કે વિદ્યાર્થીને પ્રોટોકોલ મુજબ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો, તેની પૂછપરછ કરવામાં આવી અને નોટિસ આપ્યા પછી તેને ઘરે જવા દેવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે 1:30 થી 2:00 વચ્ચે પોલીસને ગનશોટથી મૃત્યુની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીએ ગનથી આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કોઈ સુસાઈડ નોટ મળ્યું નથી અને હથિયાર ક્યાંથી મળ્યું તેની તપાસ ચાલી રહી છે. અસ્વાભાવિક મૃત્યુનો અલગ કેસ નોંધીને તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *