કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આ વર્ષે ભારતીય સેલેબ્રિટીઝની હાજરી માત્ર સિનેમા પૂરતી મર્યાદિત નહોતી. 2026માં સેલિબ્રિટીઝ, ક્ધટેન્ટ ક્રિએટર્સ અને કલાકારોએ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા, ઓળખ અને વ્યક્તિત્વને વૈશ્વિક મંચ પર રજૂ કરી છે. અગાઉ અહીં ગ્લેમરસ ગાઉન્સ અને આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ પર ધ્યાન રહેતું હતું. પરંતુ 2026માં અનેક ભારતીય મહેમાનોએ ભારતીય ડિઝાઇનર્સ, પરંપરાગત ડ્રેસિંગ, હેન્ડલૂમથી પ્રેરિત વસ્ત્રો અને સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલા લુક્સ પસંદ કર્યાં હતાં.
અદિતી રાવ હૈદ્રીએ ટાઇમલેસ અને ગ્રેસફુલ ફેશન ચોઈસ સાથે સુસંગત નરમ અને હેરિટેજથી પ્રેરિત એસ્થેટિક્સ પસંદ કર્યાં છે. આ એન્સેમ્બલમાં ગ્લેમર સુંદર કારીગરી અને નાજુક સ્ટાઇલિંગનું અદ્ભુત સંયોજન જોવા મળ્યું હતું. જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર અમી બરુઆએ પોતાના કર્બી સમુદાયને શ્રદ્ધાંજલિ આપવા માટે પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપી. તેનાં લુકે નોર્થ ઇસ્ટ ભારતના આદિવાસી સમુદાયો અને ઓળખને વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ આપ્યું હતું. બીજી તરફ ઐશ્વર્યાના દેવદાસ લુક અને કાનમાં ભારતીય માટે દ્વારા ખોલવા બદલ તેનો આભાર માનતાં હુમા કુરેશીએ કાનમાં શાંતિ બનારસની સાડી પહેરી ભારતીય ટેક્સટાઇલ્સ અને હસ્તકલાને વિશ્વકક્ષાએ રજુ કરી હતી. આજે કાનમાં ફેશન માત્ર લક્ઝરી બ્રાન્ડ્સ પહેરવા પૂરતી મર્યાદિત રહી નથી.
વધતી જતી સેલિબ્રિટીની સંખ્યામાં પોતાની હાજરી દ્વારા ભારતીય હસ્તકલા, હેન્ડલૂમ પરંપરા અને કારીગરોને વૈશ્વિક દર્શકો સમક્ષ ઉજાગર કરી રહ્યા છે. બાંધણી સાથે કચ્છી અજરખ અને પેચવર્ક હસ્તકળા પણ કાનના રેડ કાર્પેટ પર પહોંચ્યું છે. યૂએમબી ઇલાઇટ મિસિસ ઇન્ડિયા 2025નાં બીજા ક્રમે રહેલી ભૂમિકા શજવાણીએ કચ્છી પેચ સાથેનો વ્હાઇટ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને તેના પર કચ્છી વર્ક વાળી કેપ પહેરી હતી.
