દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર…

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. શ્રી ગાંધીએ દેશને એક ભયાનક અને મોટા આર્થિક સંકટની ચેતવણી આપી હતી, જેમાં તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી નીતિઓના કારણે દેશ એવા ’આર્થિક વાવાઝોડા’ તરફ આગળ વધી રહ્યો છે, જેવો અનુભવ કદાચ કોઈએ પોતાના જીવનમાં કર્યો નહીં હોય.
રાહુલ ગાંધીએ વધતી ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) કિંમતો, મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે સીધા વડાપ્રધાન મોદી અને તેમના ઉદ્યોગપતિ મિત્રોને નિશાન બનાવ્યા. તેમણે રાયબરેલીની ધરતી પરથી દેશના આર્થિક હાલત, વૈશ્વિક તણાવ અને વડાપ્રધાન મોદીના વિદેશી પ્રવાસો અંગે અનેક સનસનાટીભર્યા દાવા કર્યા હતા.

જનતાને સંબોધતા રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યો કે છેલ્લા દસ વર્ષમાં દેશના ખેડૂતો, મજૂરો કમાણી છીનવી લેવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, “જે ગરીબ અને નાના વેપારીઓ પોતાના ઘરોમાં થોડી-ઘણી બચત રાખતા હતા, નરેન્દ્ર મોદીએ તે બધા પૈસા તેમની પાસેથી છીનવીને દેશના બે અબજોપતિઓ – અંબાણી અને અદાણીને સોંપી દીધા છે. આજે દેશની સંપૂર્ણ સંપત્તિ, પછી તે એરપોર્ટ હોય, પોર્ટ્સ (બંદરો) હોય, પાવર સ્ટેશન્સ હોય કે સિમેન્ટ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી હોય, બધું જ માત્ર બે લોકોના હાથમાં સીમિત રહી ગયું છે. એક જ સપ્તાહમાં ઇંધણના ભાવમાં બીજી વખત થયેલા વધારા પર બોલતા રાહુલ ગાંધીએ દેશને મોટા આર્થિક સંકટની દસ્તક અંગે ચેતવણી આપી.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, “મોદીજીએ દેશના આર્થિક માળખાને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, જેના કારણે એક બહુ મોટું આર્થિક વાવાઝોડું આવવાનું છે.” તેમણે ઉમેર્યું, “અદાણી અને અંબાણીની તરફેણમાં તેમણે જે આર્થિક માળખું ઊભું કર્યું છે, તે લાંબો સમય ટકશે નહીં અને સંપૂર્ણપણે તૂટી પડશે.” રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, “સૌથી દુખદ વાત એ છે કે આ આંચકાની અસર મોદી, અંબાણી કે અદાણી પર નહીં પડે, પરંતુ યુવાનો, ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓને તેનો ભોગ બનવું પડશે. આવનારો સમય ખૂબ જ કઠિન છે.”

ગાંધીએ ગંભીરતાથી કહ્યું કે દેશમાં ખૂબ જ જલ્દી ખાતરની ભારે અછત થવાની છે, જેનાથી ખેડૂતો બેહાલ થશે. તેમણે ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું, “અમે સતત સરકારને ચેતવણી આપી રહ્યા છીએ કે એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે, પરંતુ વડાપ્રધાન દરેક વસ્તુને એક મજાક તરીકે લઈ રહ્યા છે. આ સમયે તેમનું કામ કાર્યકારી વર્ગ, ખેડૂતો, યુવાનો, ગરીબો અને નાના વેપારીઓની રક્ષા કરવાનું હોવું જોઈએ, પરંતુ દેશને બચાવવા અને નક્કર પગલાં ભરવાને બદલે તેઓ કંઈક બીજું જ કરવામાં વ્યસ્ત છે.”

PMની વિદેશયાત્રા પર કટાક્ષ
તેમના મતે, “પરિણામે, હવે સમગ્ર વિશ્વ અને ભારતમાં ઝડપથી ડીઝલ, ફર્ટિલાઇઝર (ખાતર) અને તેલની ભારે અછત થવાની છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહો પર તીખો કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન દેશની જનતાને વિચિત્ર સલાહ આપી રહ્યા છે.રાહુલ ગાંધીએ જણાવ્યું, “નરેન્દ્ર મોદી દેશના લોકોને કહી રહ્યા છે કે સોનું ન ખરીદો, વિદેશ યાત્રાઓ પર ન જાઓ અને ઇલેક્ટ્રિક વાહનો (ઊટ) ચલાવો. પરંતુ પોતે આ કહેવાના તરત જ તેઓ વિદેશ પ્રવાસે નીકળી જાય છે, આખી દુનિયા ફરી રહ્યા છે. સમજાતું નથી કે તેઓ કઈ દુનિયામાં જીવી રહ્યા છે! અસલી સમસ્યા ઇલેક્ટ્રિક વાહન નથી, બલ્કે દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારી છે.”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *