પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઠવાડિયામાં બીજી વખત વધારો

મોંઘવારીના અવિરત ડામ ચાલુ, પેટ્રોલ-ડીઝલમાં રાતોરાત 90 પૈસા વધી ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ દિવસમાં ફરી વધારો જાહેર કરાયો છે. પેટ્રોલમાં 90 પૈસા અને…

મોંઘવારીના અવિરત ડામ ચાલુ, પેટ્રોલ-ડીઝલમાં રાતોરાત 90 પૈસા વધી ગયા

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ દિવસમાં ફરી વધારો જાહેર કરાયો છે. પેટ્રોલમાં 90 પૈસા અને ડીઝલમાં 83 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. પાંચ દિવસમાં ભાવમાં આશરે 4 રૂૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બંન્ને ઈંધણમાં 3 રૂૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો હતો.

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાથી પરિવહન ખર્ચમાં વધારો થયો છે. જેના કારણે રોજિંદી વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા ભાવ સુધારા બાદ આજે અમદાવાદમાં 98.30 રૂૂપિયા, સુરતમાં 98.42 રૂૂપિયા, વડોદરામાં 98.01 રૂૂપિયા ભાવ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર ₹98.64 પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ પ્રતિ લિટર ₹91.58 પર પહોંચી ગયું છે. દરમિયાન, નાણાકીય રાજધાની મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લિટર ₹107.59 અને ડીઝલ પ્રતિ લિટર ₹94.08 પર વેચાણ થઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹109.70 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹96.07 નોંધાયો છે, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ પ્રતિ લિટર ₹104.49 અને ડીઝલ પ્રતિ લિટર ₹96.11 પર પહોંચી ગયું છે.

પાંચ જ દિવસમાં તેલ કંપનીઓએ સતત બીજી વખત ભાવ વધારો કર્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ, યુએસ ડોલર સામે રૂૂપિયાના મૂલ્ય સાથે, સ્થાનિક ઇંધણના ભાવને સીધી અસર કરી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે આગામી દિવસોમાં પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેની અસર શાકભાજી, દૂધ, કરિયાણા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ જોવા મળી શકે છે.
થોડા દિવસો પહેલાCNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી-NCRમાંCNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂૂપિયાનો વધારો થયો હતો. દિલ્હીમાં ભાવ પહેલીવાર 80 રૂૂપિયાને વટાવી ગયા હતા. 15 મેના રોજCNGના ભાવમાં 2 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાંCNGના ભાવ 80.09 રૂૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા, જ્યારે નોઈડામાંCNGના ભાવ 88.70 રૂૂપિયા પર પહોંચી ગયા હતા.

નોંધનીય છે કે આ વધારાથી દૈનિક મુસાફરો, ઓટો-રિક્ષા ચાલકો અને એપ-આધારિત કેબ ડ્રાઈવરોના દૈનિક ખર્ચ પર સીધી અસર પડશે. ઈરાન યુદ્ધની શરૂૂઆતથી ક્રૂડ ઓઈલના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 થી ઉપર રહ્યા છે. ડોલર સામે રૂૂપિયામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ડોલર સામે 96.23 ના નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.

રશિયા પાસેથી ક્રૂડ ખરીદીની મુદત લંબાવી દેતુ અમેરિકા
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે ઉભા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂૂર છે. નોંધનીય છે કે હાલના યુદ્ધ બાદ આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજોને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *