યુદ્ધ ન અટકે તો પેટ્રોલ, ડીઝલમાં રેશનિંગ આવી શકે

અંતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ ગયો ને સાથે સાથે ગુજરાત સહિતનાં ઘણાં રાજ્યોમાં સીએનજીના ભાવ પણ વધી ગયા. ડીઝલના ભવા લિટરે 90 રૂૂપિયાને પાર થઈ…

અંતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ ગયો ને સાથે સાથે ગુજરાત સહિતનાં ઘણાં રાજ્યોમાં સીએનજીના ભાવ પણ વધી ગયા. ડીઝલના ભવા લિટરે 90 રૂૂપિયાને પાર થઈ ગયા છે જ્યારે પેટ્રોલનો ભાવ 100 રૂૂપિયાની નજીક પહોંચી ગયો છે. હવે બીજો લિટરે બે-ત્રણ રૂૂપિયાના વધારાનો ઘસરકો મરાય એટલે પેટ્રોલ સો રૂૂપિયાને પાર થઈ જશે. મહારાષ્ટ્રમાં સીએનજીના ભાવમાં બે દિવસ પહેલાં જ કિલોએ ત્રણ રૂૂપિયાનો વધારો કરાયેલો. હવે ગુજરાત સહિતનાં રાજ્યોમાં બે રૂૂપિયાનો વધારો ઝીંકાતા સીએનજી પણ મોંઘું થઈ ગયું છે.

ચૂંટણી પતીને પરિણામ આવી ગયાં તેના અઠવાડિયા લગી ભાવના વધ્યા એટલે લોકોને ભરોસો બેસવા માંડેલો કે, સરકાર આ વખતે બોલીને ફરી નહીં જાય. આ ભરોસો પાકો થાય એ પહેલાં તો મોદી સાહેબે દુનિયા માટે કપરો સમય હોવાનું જાહેર કરીને લોકોને પેટ્રોલ-ડીઝલ કરકસરથી વાપરવાની સૂફિયાણી સલાહ આપી દીધી. મોદી સાહેબે વરસ લગી સોનું નહીં ખરીદવા સહિતનું જ્ઞાન પણ પિરસેલું. પેટ્રોલ ને ડીઝલ બંનેમાં લિટરે 10-15 રૂૂપિયાનો ભાવવધારો આવશે એવા દાવા થવા માંડેલા. પાનના ગલ્લે બેસનારા નિષ્ણાતો તો વળી 50 રૂૂપિયાનો વધારો થશે ને પેટ્રોલ 150 રૂૂપિયાને પાર થશે એવી વાતો કરતા હતા.

આ બધી વાતો જોતાં લિટરે ત્રણ રૂૂપિયાનો વધારો હળવી ટપલી જેવો છે ને કમ સે કમ અત્યારે તો શૂળીનો ઘા સોયથી ટળ્યો હોય એવું લાગે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ બંધ નહીં થાય ત્યાં લગી હોર્મુઝ સ્ટ્રેઈટ ખૂલશે નહીં ને ક્રૂડ ઓઈલનો પુરવઠો સામાન્ય નહીં થાય. તેના કારણે આપણે બીજે રસ્તેથી ક્રૂડ ઓઈલ મગાવવું પડશે તેથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે. પુરવઠો ખોરવાયો તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા છે. સાઉદી અરેબિયા સહિતના દેશો મોકાનો ફાયદો લઈને ઉત્પાદન પણ ઘટાડીને બેસી ગયા છે. આ બધાં કારણોસર હજુ ક્રૂડના ભાવ વધશે તેથી ઓઈલ કંપનીઓની પડતર ઊંચી જશે.

આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ સરકારની આવકનો મોટો સ્રોત છે ને તેમાં પણ હવે ઘટાડો થાય તેમ નથી તેથી લોકોએ હજુ બીજા ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે. બાકી તો પેટ્રોલ-ડીઝલમાં રેશનિંગ આવી જાય એવા દિવસો પણ જોવા પડી શકે છે. સ્થિતિ ગંભીર થાય તો પરિવારદીઠ 5 લિટર જ પેટ્રોલ મળે કે કારદીઠ 10 લિટર ડીઝલ મળે એ પ્રકારનાં નિયંત્રણો પણ લાદવાં પડી શકે છે. આપણી બીજી નિષ્ફળતા પેટ્રોલ-ડીઝલ સહિતના ફ્યુઅલ માટે વિદેશો પરની નિર્ભરતા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારથી ક્રૂડ ઓઈલનું બિલ ઘટાડવાની વાતો થયા કરે છે પણ બિલ ઘટતું નથી પણ વધતું જ જાય છે. રૂૂપિયો સતત તૂટતો જ જાય છે ને તેના કારણે ડોલરની ખરીદી માટે આપણે વધારે ખર્ચ કરવો પડે છે તેમાં પણ આપણે લાંબા થઈ રહ્યા છીએ. આ સ્થિતિ શરમજનક કહેવાય ને તેનું કારણ એ છે કે, આપણે વાતોમાં શૂરા છીએ, કર્મે નહીં. પેટ્રોલ ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે નવી ટેકનોલોજી વિકાસવવાની તો આપણી ત્રેવડ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *