OTT પર ધૂમ મચાવશે ધુરંધર-2, જિયો હોટસ્ટાર પર 4 જૂને થશે રિલીઝ

OTT પર ફિલ્મનો સમય 3 કલાક 52 મિનિટનો રહેશે આદિત્ય ધરની સ્પાય થ્રિલર ફિલ્મ ’ધુરંધર 2 ધ રિવિંજ’ સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર પણ ધમાલ…

OTT પર ફિલ્મનો સમય 3 કલાક 52 મિનિટનો રહેશે

આદિત્ય ધરની સ્પાય થ્રિલર ફિલ્મ ’ધુરંધર 2 ધ રિવિંજ’ સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે. ઓફિશિયલ એલાન બાદ હવે ફિલ્મને લઈને હિન્દી દર્શકો વચ્ચે કાફી એક્સાઇટમેન્ટ છે. મેકર્સ તરફથી ક્ધફર્મ કરી દેવામાં આવ્યું છે કે આને 4 જૂન ના રોજ ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.

રણવીર સિંહની ફિલ્મ ’ધુરંધર 2’ નું ’રો એન્ડ અનદેખા’ વર્ઝન જિયો હોટસ્ટાર પર 4 જૂન ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા સામેલ હશે. ફિલ્મ જિયો હોટસ્ટાર પર સાંજે 7 વાગ્યાથી જોઈ શકશો. ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને મેકર્સ તરફથી ઓફિશિયલી પોસ્ટ શેર કરવામાં આવી નથી પરંતુ આને જિયો હોટસ્ટાર પર નોટિફાય કરી દેવામાં આવ્યું છે, જેના પછી ફેન્સ હવે આની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નોંધનીય છે કે ફિલ્મ ’ધુરંધર 2’ નો રન ટાઈમ પણ થિયેટરથી વધારે હોવાનો છે. થિયેટરમાં આ ફિલ્મનો રન ટાઈમ 3 કલાક 49 મિનિટ હતો જ્યારે, ઓટીટી પર ફિલ્મનો રન ટાઈમ વધારીને 3 કલાક 52 મિનિટ રાખવામાં આવ્યો છે. આ 3 મિનિટ વધારે હોવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *