સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું આજે નિધન થયું છે. અહેવાલો અનુસાર તેમની તબિયત બગડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોનો દાવો છે કે જ્યારે તેમને હોસ્પિટલ લવાયા હતા ત્યારે તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા. પ્રતીક યાદવ ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા. તેમની ઉંમર 38 વર્ષ હતી.
સિવિલ હોસ્પિટલના CMS ડૉ. ડીસી પાંડેના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રતીકને લાવવામાં આવ્યો ત્યારે તેની નાડી સંપૂર્ણપણે ધીમી પડી ગઈ હતી. તેનું હૃદય પણ બંધ થઈ ગયું હતું. હાલમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે KGMU મોકલી દેવામાં આવ્યો છે. સાથે અપર્ણાના ભાઈ અમન સિંહ બિષ્ટ હાજર છે.
અહેવાલો અનુસાર, પ્રતીક યાદવ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. પ્રતીકની પત્ની અપર્ણા જે ભાજપ નેતા છે, હાલમાં આસામમાં છે. તે લખનઉ જવા રવાના થઈ ગયા છે.જોકે, છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે પારિવારિક વિખવાદના અહેવાલો પણ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ તેઓ પરિવાર સાથે જ રહેતા હતા.
પ્રતીક યાદવના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. અગાઉ મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી, જ્યાં અખિલેશ યાદવ અને અપર્ણા યાદવે તેમની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી યોગીએ શોક વ્યક્ત કર્યો
https://x.com/myogiadityanath/status/2054391834714247481?s=20
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપાના સ્થાપક અને યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર અને ભાજપ નેતા અપર્ણ યાદવના પતિ પ્રતીક યાદવના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. “પ્રતિક યાદવજીનું અચાનક અવસાન અત્યંત દુ:ખદ છે. તેમને મારી નમ્ર શ્રદ્ધાંજલિ.”
