PMની ‘કરકસર’ની અપીલથી શેરબજારને ટાઢિયો તાવ

સેન્સેકસમાં 1060 અને નિફટીમાં 312થી વધુ અંકનું ગાબડું, જવેલરી-એરલાઈન્સના શેરો પટકાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની તેમજ પેટ્રોલ અને ડીઝલ…

સેન્સેકસમાં 1060 અને નિફટીમાં 312થી વધુ અંકનું ગાબડું, જવેલરી-એરલાઈન્સના શેરો પટકાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની તેમજ પેટ્રોલ અને ડીઝલ બચાવવાની હિમાયત કરતા ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ અત્યંત ખરાબ સાબિત થયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ ઈન્ડેક્સ ગત બંધની સરખામણીએ 1020 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી પણ શરૂૂઆતની મિનિટોમાં જ 275 પોઈન્ટ નીચે સરકી ગયો હતો.

સેન્સેક્સ તેના પાછલા બંધ 77,328 ની સામે 76,638 ના સ્તરે ઓપન થયો હતો અને માત્ર 5 મિનિટના ટ્રેડિંગમાં જ તે ઘટીને 76,363 પર આવી ગયો હતો. નિફ્ટીની હાલત પણ આવી જ રહી હતી, જે 24,176 થી તૂટીને 23,895 ના લેવલ પર પહોંચી ગયો હતો.

વડાપ્રધાને દેશવાસીઓને સોનું ન ખરીદવા અને ઈંધણની બચત કરવાની અપીલ કરી છે. પાડોશી દેશોમાં ચાલતા યુદ્ધની ભારત પર થતી અસર અંગેના તેમના નિવેદને બજારમાં ચિંતા જગાવી છે.અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા વિલંબમાં પડતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 5% નો ઉછાળો આવ્યો છે.આજે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 105 ને પાર થયો હતો.

વડાપ્રધાને સોનુ એક વર્ષ સુધી સોનું ખરીદ ન કરવાની જાહેરાત બાદ જ્વેલરી સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.કલ્યાણ જ્વેલર્સ નો શેર 9 અને ટાઇટન નો શેર 6% તૂટ્યા હતા.

બજારમાં ચારેબાજુ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. ટાઈટન (6.50%), ઈન્ડિગો (4%), અને જઇઈં (3.50%) ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ઝઈજ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને ઈંઈઈંઈઈં બેંક જેવા દિગ્ગજ શેરો પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ, મુથૂટ ફાઈનાન્સ અને પેટીએમ જેવા શેરોમાં પણ 1.5% થી 3.4% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી બાજુ સોનાના ભાવમાં માત્ર 600 રૂૂપિયા નો ઘટાડો થયો હતો જ્યારે ચાંદીમાં 550 નો વધારો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *