બ્રેન્ટ ક્રૂડ ઘટીને 108 ડોલર પર પહોંચતા શેર બજારમાં પણ હરિયાળી
અમેરિકાએ ’ઓપરેશન એપિક ફ્યુરી’ ખતમ કરવાની જાહેરાત કરી છે .સાથોસાથ જેની બજાર પર સકારાત્મક અસર પડી છે.ટ્રમ્પે ’પ્રોજેક્ટ ફ્રીડમ’ ને અટકાવી દીધો છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા ઘટાડવામાં મદદરૂૂપ સાબિત થયો છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધ પર ડીલ થવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે રોકાણકારો ફરીથી સોના-ચાંદી તરફ વળતા સોના ચાંદીના ભાવમાં ફરી મોટી તેજી જોવા મળી છે.
વૈશ્વિક બજારમાં ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ માં સોના અને ચાંદીના ભાવમાં અત્યંત આક્રમક તેજી જોવા મળી છે. આજે સવારના સત્રમાં જ ચાંદીના ભાવમાં ₹7,600 અને સોનામાં ₹2,429 સુધીનો જંગી વધારો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો બંધ ભાવ ₹2,44,316.00 હતો. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,49,316.00 ના ભાવે ઓપન થઈ હતી.
ત્યારબાદ ચાંદીનો ભાવ વધીને ₹2,50,750.00 ના સ્તરે પહોંચી ગયો છે, જે તેના અગાઉના બંધ ભાવથી ₹6,650.00 ( નો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીએ ₹2,52,000.00 ની હાઈ સપાટીને પણ સ્પર્શ કર્યો હતો. એટલે કે ચાંદીમાં શરૂૂઆતના એક કલાકમાં જ ચાંદીનો ભાવમાં પ્રતિ કિલોએ 7600 નો વધારો નોંધાયો હતો.
સોનાના બજારમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,49,753.00 હતો. આજે સોનું ₹1,52,000.00 ના ઊંચા ભાવે ઓપન થયું હતું. હાલમાં સોનું ₹1,51,818.00 પર ટ્રેડ કરી રહ્યું છે, જે શુક્રવારના બંધ ભાવથી ₹2,065.00 નો વધારો સૂચવે છે. સોનાએ આજે ₹1,52,182.00 ની સર્વોચ્ચ સપાટી બનાવી છે.
બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક હકારાત્મક ફેરફારોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ ઉછાળો આવ્યો છે. બીજી તરફ ક્રૂડનો ભાવ ઘટીને 108 ડોલર પર આવી જતા શેર બજાર સવારના સત્રમાં ઊંચકાઈ હતી.એક સમયે સેન્સેક્સ 700 પોઈન્ટ અને નિફ્ટી 220 પોઇન્ટ વધી ગયા હતા. બેંક નિફ્ટી પણ 600 અંક વધી હતી.
જોકે ત્યારબાદ ફરી થોડું પ્રોફેટ બુકિંગ જોવા મળ્યું હતું.સવારના 10:30 વાગ્યે સેન્સેક્સ 350 પોઈન્ટ અને નિફ્ટી 111 પોઇન્ટ ઉપર જોવા મળી રહી છે. મિડકેપ અને બેંક નિફ્ટી 600 પોઇન્ટ ઉપર જોવા મળી રહી છે.
