દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જતા પરિણામ, 294માંથી 160 કરતા વધુ બેઠકોમાં લીડ સાથે પ્રથમ વખત કેસરિયા શાસન
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચુંટણીમાં નવો રાજકીય ઇતિહાસ રચાયો છે. પૂર્વોત્તરના આ રાજયમાં ભાજપે તોતીંગ બહુમતી મળી રહી છે અને પ્રથત વખત ભાજપની સરકાર બની રહી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમુલ કોંગ્રેસનો ગઢ ભાજપે ધરાશાયી કરી દેશની રાજનીતિમાં મોટી સફળતા મેળવી છે. સવારે 11 વાગ્યા સુધીના રૂજાન મુજબ પ.બંગાળ વિધાનસભાની 294 બેઠકોમાંથી 165 થી વધુ બેઠકો મેળવી ભાજપનો ધસમસતોરથ સતાના સિંહાસન તરફ આગળ વધી રહ્યો છે. જયારે 15 વર્ષથી સતારૂઢ મમતા બેનરજીનો ટીએમસી પક્ષ 100 બેઠકોની આસપાસ સમેટાતો નજરે પડી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં થયેલા ઐતિહાસીક 92 ટકા મતદાનનો ઐતિહાસીક અને સંપુર્ણ પુખ્ત જનાદેશ આવ્યો છે. આ જનાદેશ બાદ વડાપ્રધાન મોદી આજે સાંજે 6-30 વાગ્યે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવમાં સામેલ થનાર છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના વલણો અને પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધીના વલણો અનુસાર ભાજપ 150થી વધુ બેઠકો પર મજબૂત લીડ સાથે આગળ છે, જ્યારે મમતા બેનર્જીની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માત્ર 100 જેટલી બેઠકો પર સીમિત રહી છે. 294 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 148 બેઠકો જરૂૂરી છે અને ભાજપે આ આંકડો વટાવીને પહેલી વખત રાજ્યમાં સરકાર બનાવવાની મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. 2021માં 77 બેઠકો જીતનાર ભાજપ આ વખતે 150+ બેઠકો સુધી પહોંચીને રાજ્યમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આ જીત સાથે ભાજપ ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતમાં પોતાનું રાજકીય વર્ચસ્વ વધુ મજબૂત કરશે.
પાર્ટી વાર વલણોમાં અત્યાર સુધીમાં ભાજપ: 150+ બેઠકો (લીડ/જીત), ટીએમસી: 100 જેટલી બેઠકો, કોંગ્રેસ + લેફ્ટ: 5-10 બેઠકો અને અન્ય પક્ષો બાકીની બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. રેકોર્ડ 92.93% મતદાન સાથે આ ચૂંટણી ઐતિહાસિક બની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની ભવાનીપુર બેઠક પર પણ ભાજપના સુવેન્દુ અધિકારી પાછળ છે. સુવેન્દુ અધિકારી નંદીગ્રામમાં પણ મજબૂત લીડ સાથે આગળ છે.
15 વર્ષથી સત્તામાં રહેલી ટીએમસી સામે વ્યાપક એન્ટી-ઇન્કમ્બન્સી જોવા મળી. સેન્ડેશખાલી કાંડ, વ્યાપક ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા, સરહદી સમસ્યાઓ અને હિંસાના મુદ્દાઓએ લોકોના મૂડને અસર કરી. ભાજપે ‘પરિવર્તન’ અને વિકાસના વાયદા સાથે મતદારોને આકર્ષ્યા. ઉત્તર બંગાળ, જંગલમહલ અને પૂર્વ મેદિનીપુર જેવા વિસ્તારોમાં ભાજપને ભારે સમર્થન મળ્યું છે.
સુવેન્દુ અધિકારીએ કહ્યું, આ બંગાળના લોકોની જીત છે. અમે મમતા રાજની અંત તરફ લઈ જઈશું અને વિકાસની નવી સફર શરૂૂ કરીશું. મમતા બેનર્જીએ હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ટીએમસીના નેતાઓએ ઇવીએમ અને અન્ય મુદ્દાઓ પર વિરોધ નોંધાવ્યો છે.
કેરળમાં ધારણા મુજબ UDF અને કોંગ્રેસ મોરચો વિજય ભણી
કેરળ વિધાનસભા ચૂંટણીના વલણોમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ મજબૂત વાપસી કરી છે. વલણો અનુસાર યુડીએફ 90થી વધુ બેઠકો પર લીડ મેળવી રહ્યું છે, જ્યારે સત્તાધારી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) માત્ર 45-50 બેઠકો પર સીમિત રહ્યું છે. એનડીએ (ભાજપ) 3-5 બેઠકો પર લીડ સાથે પોતાનું ખાતું ખોલવાની સંભાવના દેખાઈ રહી છે. કેરળ વિધાનસભાની 140 બેઠકોમાં બહુમતી માટે 71 બેઠકો જરૂૂરી છે. યુડીએફ આ આંકડાને સરળતાથી વટાવી ગયું છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયન પોતાની ધર્મદમ બેઠક પર પણ કોંગ્રેસ ઉમેદવાર કરતા પાછળ છે. સવારે 11 વાગ્યા સુધીના વલણો મુજબ યુડીએફ (કોંગ્રેસ આગેવાની): 90+ બેઠકો, એલડીએફ (સીપીઆઈ(એમ) આગેવાની): 45-50 બેઠકો અનેે એનડીએ (ભાજપ): 3-5 બેઠકો મળી શકે છે.
