સીઝ ફાયરની જાહેરાત વચ્ચે હોર્મુઝ સ્ટ્રેઈટની નાકાબંધી યથાવત રહેતા સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ શેર બજારમાં નેગેટિવ પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. એશિયન માર્કેટની સાથે આજે ભારતીય બજારમાં…

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ શેર બજારમાં નેગેટિવ પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. એશિયન માર્કેટની સાથે આજે ભારતીય બજારમાં પણ વેચવાલીનું જોર જોવા મળી રહ્યું છે.

આજે સવારથી જ શેરબજારના નેગેટિવ વલણ સાથે માર્કેટ ખુલ્યું હતું અને એક કલાકની અંદર સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 200 પોઇન્ટ ઘટી જતા મુખ્ય સ્ટોકનાં ભાવ પણ ઘટ્યા હતા.
અમેરિકા દ્વારા યુદ્ધ વિરામ ની જાહેરાતને ઈરાન દ્વારા કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી તેમ જ અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી યથાવત રાખવાની જાહેરાતને કારણે ભારતીય શેરબજારમાં આજે ગાબડા પડ્યા હતા. સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટીને 78500 અને નિફ્ટી 200 પોઇન્ટ ઘટીને 24377 પર જોવા મળી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેઈટની નાકાબંધીને કારણે ક્રૂડના ભાવ ફરી 99 ડોલર સુધી પહોંચ્યા છે. ડોલરની સામે રૂૂપિયો નબળો પડતા ડોલર 93.68 પર પહોંચ્યો છે.

બીજું બાજુ સોના ચાંદીમાં ગઈકાલે રાત્રે ઘટાડવા નોંધાયા હતા પરંતુ આજે રિકવરી જોવા મળી હતી. સોનામાં 1500 વધી જતા વાયદા બજારમાં ભાવ 1,53,600 પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદી રાત્રે 7600 ઘટ્યા બાદ આજે 4500 રૂૂપિયાનો વધારો થયો છે. વાયદબજારમાં ચાંદીનો ભાવ 2,49,000 પર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *