આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે મમતા બેનર્જીના વિશ્વાસુ પૂર્વમંત્રી પાર્થ ચેટર્જીના ઘરે યમના દરોડાઓ ચાલુ છે. શિક્ષક ભરતી કૌભાંડમાં ત્રણ વખત સમન્સ છતાં હાજર ન થતા એજન્સીએ કડક વલણ અપનાવ્યું હતું. કોલકાતામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા, જેલમાં બંધ પ્રસન્ના કુમાર રોયની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી.
SSC ગ્રુપ C-D અને સહાયક શિક્ષક ભરતીમાં થયેલી નાણાકીય ગેરરીતિઓ અંગે પુરાવા શોધવા માટે ઈડી પ્રયાસ કરે છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ કોલકાતામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ રાજ્ય મંત્રી પાર્થ ચેટર્જીના નિવાસસ્થાન અને જેલમાં બંધ પ્રસન્ના કુમાર રોયના કાર્યાલય સહિત બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીને કારણે રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના બહુચર્ચિત SSC ભરતી કૌભાંડ (SSC Scam) ની ચાલી રહેલી તપાસના ભાગરૂૂપે આ દરોડા પાડવામાં આવ્યા છે. ઊઉની ટીમ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે. આ દરોડા દરમિયાન કેટલાક એવા મહત્વના પુરાવા મળી શકે છે જે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં મદદરૂૂપ થશે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2022માં પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી હતી. લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ, ફેબ્રુઆરી-માર્ચ 2025માં સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન (Bail) આપ્યા હતા. જોકે, મુક્ત થયા બાદ પણ તેમની સામે SSC ગ્રુપ ઈ, ઉ અને સહાયક શિક્ષક ભરતી જેવા અનેક કેસોમાં તપાસ હજુ ચાલુ છે.
