ટ્રમ્પના ટેરિફવારથી સોના-ચાંદીના ભાવમાં ફરી કરન્ટ, ચાંદી રૂા.2.75 લાખ

  આજે સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીની સાથે શેર બજારમાં પણ જોરદાર તેથી જોવા મળી છે. આજે માર્કેટ શરૂૂ થતા ની સાથે ચાંદીમાં 14000 નો…

 

આજે સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીની સાથે શેર બજારમાં પણ જોરદાર તેથી જોવા મળી છે. આજે માર્કેટ શરૂૂ થતા ની સાથે ચાંદીમાં 14000 નો વધારો નોંધાયો હતો જ્યારે સોનામાં ₹3,000 નો વધારો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની ઉપરાંત અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ 10% થી વધારે ને 15% કરતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

ચાંદીમાં માર્કેટ ખુલતા ની સાથે 14,000 નો વધારો નોંધાતા ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ બે લાખ 67 હજાર ઉપર પહોંચ્યો હતો. રાજકોટની હાજર માર્કેટમાં ચાંદીનો ભાવ 275000 લાખ રૂૂપિયા સુધી પહોંચી ગયા છે.
સોનામાં પણ આજે ઉઘડતા ની સાથે જ પ્રતિ 10 ગ્રામે 3000 રૂૂપિયાનો વધારો થતા વાયદા બજારમાં સોનાનો ભાવ 1,59 320 ઉપર પહોંચ્યો છે. રાજકોટની હાજર માર્કેટમાં સોનાનો ભાવ ₹1,65,000 ને ક્રોસ કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 5160 ડોલર અને ચાંદી 87 ડોલર ઉપર પહોંચે છે.

બીજી બાજુ આજે શેર બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 530 પોઇન્ટ વધ્યો છે જ્યારે નિફ્ટી 160 પોઈન્ટ વધ્યો છે. આજે પીયુસી બેંકો તેમજ ફાઇનાન્સ કંપનીના શેરો વધ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *