શ્રીનગરમાં CRPFનું બુલેટપ્રુફ વાહન નહેરમાં ખાબકતા નવ જવાન ઘાયલ

  જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરમા ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નું બુલેટપ્રૂફ બંકરને અકસ્માત નડ્યો હતો. CRPFનું…

 

જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરમા ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નું બુલેટપ્રૂફ બંકરને અકસ્માત નડ્યો હતો. CRPFનું વાહન ડગપોરાના અહમદ નગર રોડ પર એક નહેરમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં CRPF ના સાત જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત પછી તરત જ, બધા ઘાયલ સૈનિકોને સૌરા સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તબીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બધા સૈનિકોને ઈજાઓ થઈ હતી, પરંતુ હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, CRPF વાહન ડગપોરા રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બુલેટપ્રૂફ બંકર રસ્તા પરથી સરકી ગયું અને નજીકની નહેર ખાબક્યું હતું. ઘટના બાદ તરત જ સ્થાનિકો અને વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂૂ કરી દીધી. વાહન મજબુત હોવાને કારણે સમાવિષ્ટ જવાનો બચી ગયા હતા. પરંતુ તેઓને ઇજાઓ થઇ હતી. સારવાર કરનારા તબીબોએ કહ્યું હતું કે સદભાગ્યે કોઇની હાલત ગંભીર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *