મધ્યપ્રદેશના જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં વાઘની શિવભક્તિ જોવા મળી છે. વિડીયો સપષ્ટ જોઈશાકાય છે કે વાઘ શિવલિંગ પર માથું ફેરવીને જાણે મહાદેવ પાસે કંઈક માંગી રહ્યો હોય જેવું લાગી રહ્યું છે. મધ્ય પ્રદેશના કટની જિલ્લાના ઢીમરખેડા તહસીલના સડાર જંગલોનો આ વીડિયો છે. આ દુર્લભ દૃશ્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, અને લોકો તેને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
https://x.com/i/status/2025103758817157433
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે મોડી સાંજે બની હતી. વાઘ શાંતિથી સદર ગામ નજીકના જંગલ વિસ્તારમાં સ્થિત શિવલિંગ પાસે પહોંચે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વાઘ થોડા સમય માટે શિવલિંગ પર પોતાનું માથું અને જીભ ઘસતો હોય છે, પછી કોઈ પણ આક્રમકતા વિના ત્યાંથી નીકળી જાય છે. આ દ્રશ્યથી લોકોને આશ્ચર્ય થયું છે.
સદર અને આસપાસના વિસ્તારોમાં પહેલા પણ વાઘ અને અન્ય વન્યજીવોની હાજરી જોવા મળી છે. વન વિભાગ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર વન્યજીવોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે. જોકે, માનવ વસાહતો પાસે વાઘ દેખાવાથી લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ, કેટલાક લોકો તેને શ્રદ્ધા અને ચમત્કાર ગણાવી રહ્યા છે. દરમિયાન, વન અધિકારીઓ કહે છે કે જંગલી પ્રાણીઓ ઘણીવાર તેમની ખંજવાળ દૂર કરવા અથવા પ્રદેશને ચિહ્નિત કરવા માટે પથ્થરો, ઝાડ અથવા નક્કર વસ્તુઓ પર માથું ઘસે છે. આ તેમનું કુદરતી વર્તન છે.
