રાજયોની સત્તા-સ્વતંત્રતા વધારવા ડિમાન્ડ કરતો ઠરાવ તામિલ ધારાસભામાં પસાર

ભારતના સંઘીય માળખને લઈને ફરી એકવાર વિવાદના વંટોળ ઉઠ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને બુધવારે વિધાનસભામાં એક અત્યંત મહત્વકાંક્ષી ઠરાવ રજૂ કરીને સીધો જ કેન્દ્ર…

ભારતના સંઘીય માળખને લઈને ફરી એકવાર વિવાદના વંટોળ ઉઠ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને બુધવારે વિધાનસભામાં એક અત્યંત મહત્વકાંક્ષી ઠરાવ રજૂ કરીને સીધો જ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ભારતીય બંધારણમાં મોટા માળખાકીય ફેરફારની માંગણી કરતા કહ્યું કે, “રાજ્યો ક્યાં સુધી કેન્દ્ર પાસે ભીખ માંગતા રહેશે? હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર-રાજ્ય સંબંધોની નવેસરથી વ્યાખ્યા કરવામાં આવે.

આનાથી 1969ના ઈતિહાસની યાદ તાજી થઈ સ્ટાલિને આ મુદ્દો ઉઠાવીને 1969ના એ સમયની યાદ અપાવી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ ’રાજમન્નાર સમિતિ’ની રચના કરી હતી. બરાબર 57 વર્ષ પછી, સ્ટાલિને તે જ વિચારધારાને આગળ ધપાવતા ’જસ્ટિસ કુરિયન જોસેફ સમિતિ’નો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલને તેમણે “બિલાડીના ગળે ઘંટડી બાંધવા” જેવો ગણાવ્યો છે, જેનો હેતુ રાજ્યોને કેન્દ્રના પ્રભુત્વમાંથી મુક્ત કરવાનો છે.

જસ્ટિસ કુરિયન જોસેફ સમિતિની પાંચ મોટી ભલામણો આ પ્રમાણે છે. 1. રાજ્યપાલના પદ પર કાતર: રાજ્યપાલની સત્તાઓની સમીક્ષા થવી જોઈએ જેથી તેઓ રાજ્યના કામકાજમાં બિનજરૂૂરી દખલ ન કરે. 2. નાણાકીય આઝાદી: GST અને કેન્દ્રીય ભંડોળની વહેંચણીમાં રાજ્યોને તેમનો યોગ્ય હક સમયસર અને પારદર્શક રીતે મળવો જોઈએ. 3. શિક્ષણ પર અધિકાર: શિક્ષણને કેન્દ્ર-રાજ્યની સંયુક્ત યાદીમાંથી હટાવી ફરીથી માત્ર રાજ્ય યાદીમાં સમાવવું જોઈએ. 4. સીમાંકનનો વિરોધ: દક્ષિણના રાજ્યોની વસ્તી નિયંત્રણની પ્રગતિને કારણે સીમાંકનમાં તેમને નુકસાન ન થવું જોઈએ.

5. ભાષાકીય રક્ષણ: રાજ્યો પર હિન્દી લાદવાનો પ્રયાસ બંધ થવો જોઈએ. સ્ટાલિને દલીલ કરી છે કે જો 76 વર્ષમાં 106 વખત બંધારણ બદલાઈ શકે, તો રાજ્યોના હક માટે કેમ નહીં? જોકે, કાયદાકીય રીતે આ રસ્તો ઘણો કાંટાળો છે. બંધારણના ’મૂળભૂત માળખા’ (ઇફતશભ જિિીંભિીંયિ) ને બદલવા માટે: સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતી જોઈએ. ઓછામાં ઓછા 50% રાજ્યોની વિધાનસભાની મંજૂરી આવશ્યક છે. સૌથી મોટો પડકાર સુપ્રીમ કોર્ટનો છે, જે સંઘવાદને બંધારણનું અફર અંગ માને છે. સ્ટાલિનનું આ પગલું આગામી ચૂંટણીઓ પહેલા કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાની એક મોટી વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *