JEE મેઈન્સની પરીક્ષાનું નવું શેડ્યૂલ જાહેર: 21થી 29 જાન્યુઆરી ટેસ્ટ યોજાશે

  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સેશન-1 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાના શહેરોની વિગતો…

 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સેશન-1 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાના શહેરોની વિગતો (સિટી સ્લિપ) જાહેર કર્યા બાદ, એજન્સીએ પરીક્ષાના સત્તાવાર સમયપત્રકમાં આંશિક ફેરફાર કર્યો છે. અગાઉ આ પરીક્ષા 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે યોજાવાની હતી, પરંતુ હવે તેમાં એક દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે. સુધારેલા શિડ્યુલ મુજબ, હવે JEE Main સેશન-1 ની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી શરૂૂ થઈને 29 જાન્યુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે.

પરીક્ષાના ક્રમની વાત કરીએ તો, પેપર-1 (B.E/B.Tech) માટેની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન વિવિધ તારીખોએ યોજાશે. જેમાં 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરીના રોજ મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ, છેલ્લે 29 જાન્યુઆરીના રોજ પેપર-2 (અ) અને પેપર-2 (ઇ) એટલે કે ઇ.અભિવ અને B.Planning  માટેની પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીની રહેશે.

જે ઉમેદવારોએ હજુ સુધી પોતાની એક્ઝામ સિટી સ્લિપ ડાઉનલોડ નથી કરી, તેઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in  પર જઈને પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તે મેળવી શકે છે. એડમિટ કાર્ડ પણ ટૂંક સમયમાં જ આ જ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ બદલાયેલા સમયપત્રક મુજબ પોતાની મુસાફરી અને રિવિઝનનું આયોજન કરે જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલી ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *