આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહી છે કે આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે.
શિવસેના-UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની માંગ છે કે ૠજ્ઞિસ આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા કોઈએ. આ ફીચર્સની મદદથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી. એવામાં સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટો ખતરો ઊભો થયો છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ X Corp (અગાઉ ટ્વિટર) ને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 અને માહિતી ટેકનોલોજી નિયમો, 2021 હેઠળ વૈધાનિક ડ્યુ ડિલિજન્સ જવાબદારીઓનું પાલન ન કરવા બદલ કડક નોટિસ જારી કરી છે. સરકારેX Corp ને 72 કલાકની અંદર એક એક્શન ટેકન રિપોર્ટ (ATR) મોકલવાનો આદેશ આપ્યો છે.
