પેટ પર ગંભીર ઇજા હોવા છતાંય શૂટિંગમાં પહોંચ્યો ઇમરાન હાશમી

આવારાપન-2ના શૂટિંગ દરમિયાન ઘવાયો હતા વેબસિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડનો એક ડાયલોગ છે. આખું બોલિવૂડ એક તરફ અને ઈમરાન હાશમી એક તરફ. કંઈક આવી જ તેની…

આવારાપન-2ના શૂટિંગ દરમિયાન ઘવાયો હતા

વેબસિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડનો એક ડાયલોગ છે. આખું બોલિવૂડ એક તરફ અને ઈમરાન હાશમી એક તરફ. કંઈક આવી જ તેની ફેન ફોલોવિંગ પણ છે. ઈમરાન હાશમી હાલમાં તેની અપકમિંગ ફિલ્મ આવારાપન 2 ને લઈને ચર્ચામાં છે. જોકે આ ફિલ્મની શૂટિંગ સમયે તેના પેટના ભાગે ઈજા પહોંચી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તેને તાત્કાલિક મેડિકલ હેલ્પ અને સર્જરી કરવી પડી. જોકે આટલી ગંભીર ઈજા હોવા છતાં ઈમરાન હાશમી તેના જુનૂન સામે અડગ છે. ઈજા પહોંચ્યા બાદ પણ ઈમરાન હાશમીએ પોતાની ફિલ્મની શૂટિંગ ફરી શરૂૂ કરી દીધી છે. જેમાં તે આશા કરતા વહેલા સેટ પર પહોંચી ગયો છે. એવી માહિતી સામે આવી હતી કે ઈલાજ બાદ ઈમરાન હાશમીને ઠીક થવા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે ઈમરાન હાશમીએ તે પહેલા જ સેટ પર વાપસી કરી.

હાલ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. તેના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને શૂટિંગના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ઈમરાન હાશમી મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ અમુક જ એક્શન મૂવમેન્ટ કરી રહ્યા છે. પ્રોડક્શન ટીમ દ્વારા તેની હેલ્થ પર નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં ઈમરાન હાશમી તેના પેટ પર પટ્ટી બાંધેલો દેખાયો હતો અને આ તસવીર હોસ્પિટલની હોવાનું અનુમાન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *