મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના દિવસે પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભના દિવસે તા.22ને બુધવારે ગાંધીનગર- અમદાવાદમાં પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. ભુપેન્દ્ર પટેલ આગામી બુધવારે સવારે 7:00…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભના દિવસે તા.22ને બુધવારે ગાંધીનગર- અમદાવાદમાં પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

ભુપેન્દ્ર પટેલ આગામી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. તેઓ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.

મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8:00 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી ત્યાર બાદ 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.

ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. તે પહેલાં સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *