શાહરૂખ ખાન 18મીથી કિંગનું શૂટિંગ શરૂ કરશે

શાહરુખ ખાનની ફિલ્મ કિંગનાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. 18મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે.…

શાહરુખ ખાનની ફિલ્મ કિંગનાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. 18મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે. શાહરૂૂખ ખાન દીકરી સુહાનાની કેરિયર આગળ વધારવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ સુહાનાની માતાના ટૂંકા રોલમાં જોવા મળશે. જોકે, દીપિકા આગામી ઓક્ટોબરમાં તેના પાર્ટનું શૂટિંગ શરુ કરશે તેમ જાણવા મળે છે.

શાહરૂૂખનો પહેલાંથી આગ્રહ હતો કે તેની સાથે ફિલ્મમાં દીપિકા પદુકોણ હોવી જોઇએ. પરંતુ શરૂૂઆતના દિવસોમાં દીપિકા અને ફિલ્મ કિંગના શિેડયુલની તારીખોનો મેળ પડતો નહોતો. જોકે, છેવટે ફિલ્મનાં શૂટિંગંમાં જ વિલંબ થતાં દીપિકાની એન્ટ્રી શક્ય બની છે. રસપ્રદ વાત તો એ છે કે અભિષેક બચ્ચન આ ફિલ્માં નકારાત્મક રોલમાં જોવા મળવાનો છે.

દીપિકા પદુકોણ અને શાહરૂૂખ ખાને ઓમ શાંતિ ઓમ, પઠાણ, ચેન્નઈ એક્સપ્રેસ, જવાન તથા હેપ્પી ન્યૂ યર સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *