મેડિકલની છાત્રાના મોબાઈલ અને ટેબલેટની ચોરી કરનાર બે ઝડપાયા

રૂા. 6,000નો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર મા આયુર્વેદ નો અભ્યાસ કરતી બે તબીબી વિદ્યાર્થીનીઓ સોડા પીવા ગઈ હતી ત્યારે દુકાન પાસે થી તેમના મોબાઈલ અને…

રૂા. 6,000નો મુદ્દામાલ જપ્ત કરાયો

જામનગર મા આયુર્વેદ નો અભ્યાસ કરતી બે તબીબી વિદ્યાર્થીનીઓ સોડા પીવા ગઈ હતી ત્યારે દુકાન પાસે થી તેમના મોબાઈલ અને લેપટોપ ની ચોરી થવા પામી હતી.જે ગુના મા એલસીબી પોલીસે બે આરોપીઓ ને ઝડપી લીધા છે. જામનગર પોલીસમાં ગઇકાલે તબીબી વિદ્યાર્થિની નાં મોબાઇલ ફોન અને લેપટોપ ની ચોરી અંગે ની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન એલ.સી.બી. ના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી ના આધારે આયુર્વેદીક યુનીવેર્સિટી ની સામે આવેલ સોડા શોપ બહાર રોડ ઉપર એક મહીલાના થેલા માથી મોબાઇલ ફોન અને લેપટોપ ની ચોરી કરનાર સહદેવસિંહ મહાવીરસિંહ જાડેજા ( ઉં. વ. 26 રહે. રામેશ્વરનગર ટીબી પાંચ બંગલા પાસે યાદવ ડેરી ની સામે જામનગર) તથા સહદેવસિંહ દિલીપસિંહ રાઠોડ ( ઉ.વ.રર રહે. રામેશ્વરનગર , રાંદલનગર , રામાપીરના મંદિરની બાજુમાં જામનગર) ને ઝડપી લીધા હતા. અને તેઓ પાસે થી ચોરી કરેલ વિવો કંપનીનો એકવા બ્લુ કલરનો રૂૂ.5000 ની કીમત નો મોબાઇલ ફોન તથા લાવા કંપનીનુ ટી-81 મોડલનુ ટેબલેટ કિ.રૂૂ.1,000 મળી કુલ કિ.રૂૂ.6000 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *