મહાનગર પાલિકાના સફાઇ કામદારનો ફાંસો ખાઇ આપઘાત

પગની બીમારીથી કંટાળી ભરેલું પગલું જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાયમી નોકરી કરતા ગંગાબેન કિશનભાઇ ઘાવરી નામના 50 વર્ષના…

પગની બીમારીથી કંટાળી ભરેલું પગલું

જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાયમી નોકરી કરતા ગંગાબેન કિશનભાઇ ઘાવરી નામના 50 વર્ષના મહિલાએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતક ના પતિ કિશનભાઇ લાલજીભાઈ ઘાવરીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ગંગા બહેને આજથી થોડા દિવસો પહેલાં પોતાના પગની ઢાંકણી નું ઓપરેશન કરાવ્યું હતું, જેનો સતત દુખાવો રહેતો હોવાથી તે દુખાવો સહન નહીં થતાં આત્મહત્યાનું પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર કરાયું છે.

કાલાવડમાં શરાબની બાટલી સાથે એક વ્યક્તિની ધરપકડ
કલાવાડમા તા. 29ના રોજ બપોરે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ ઉદયભાઇ ફાચરાને શંકાસ્પદ હાલતમાં જોઈને તેની તપાસ કરતાં તેની પાસેથી ઓલ્ડ મંગ બ્રાન્ડની પ્રતિબંધિત દારૂૂની બોટલ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરીને તેની પાસેથી દારૂૂની બોટલ કબજે કરી હતી.

આ ઘટનાને પગલે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(એ) અને 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *