અગાઉ વિકી કૌશલ, રણવીરસિંહનુ નામ ચર્ચામાં હતું
આજકાલ ક્રિકેટરો અને તેમના જીવન પર બાયોપિક બનાવવી એ એક ટ્રેન્ડ બની ગયું છે. અત્યાર સુધી 83, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી જેવી અનેક ખેલાડીઓ પર ફિલ્મો બની છે. ત્યારે જ ક્રિકેટર યુવરાજ સિંહ પર બાયોપિક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. યુવીની આ બાયોપિકનું નિર્માણ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા કરશે. જોકે, ફિલ્મના લીડ રોલને લઈને કોઈ ચર્ચા થઈ નથી.ત્યારે હાલ એક એક્ટરનું નામ યુવીનો રોલ પ્લે કરે તે માટે ચર્ચાઈ રહ્યો છે.
યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે તે અંગે ફેન્સમાં ઉત્સુકતા છે. અગાઉ વિકી કૌશલ અને રણવીર સિંહનું નામ તેમાં આવી રહ્યું હતું. વિકી કૌશલે અત્યાર સુધી સરદાર ઉધમ અને સેમ માણેકશાહની ભૂમિકા ભજવી છે. જોકે, સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સે અભિનેતા ટાઈગર શ્રોફને યુવરાજ સિંહના રોલમાં જોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. પરંતુ હવે લાગે છે કે, બિગ સ્ક્રીન પર સિદ્ધાંત ચતુર્વેદી ફિલ્મમાં યુવરાજ સિંહની ભૂમિકામાં જોવા મળી શકે છે. સિદ્ધાંત ચતુર્વેદીની ઇન્સ્ટા સ્ટોરી જોયા પછી, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આવનારા સમયમાં તે યુવરાજ સિંહનો રોલ પ્લે કરશે. વાત એમ છે કે, અભિનેતાએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પેજ પર અખઅ સેશન રાખ્યું હતું. આ દરમિયાન તેણે ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા.
એક ફેન્સે સિદ્ધાંતને પૂછ્યું કે તેનો ડ્રીમ રોલ શું હશે. તેના જવાબમાં સિદ્ધાંતે બ્લુ જર્સીમાં ક્રિકેટર યુવરાજ સિંહની તસવીર શેર કરી અને સિંહનું ઈમોજી બનાવ્યું. સ્ટોરી જોયા પછી, ફેન્સ ઉત્સાહિત થઈ ગયા કે એક્ટર યુવરાજ સિંહની બાયોપિકમાં જોવા મળી શકે છે.
