પુષ્પાફ2નું બોક્સ ઓફિસ પર તાંડવ યથાવત, 1155 કરોડનો આંકડો પાર

  બેબી જહોનના આગમનની પણ અસર ન થઇ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂૂલ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.…

 

બેબી જહોનના આગમનની પણ અસર ન થઇ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂૂલ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સુકુમારની તસવીરે શરૂૂઆતના દિવસે જ 164.25 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પછી પણ આ ફિલ્મ બિગ સ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. ચોથા સપ્તાહમાં પ્રવેશ્યા બાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોને સ્પર્ધા આપી રહી છે.એવું માનવામાં આવતું હતું કે બેબી જ્હોનના આગમન સાથે પુષ્પા પાર્ટ 2ની કમાણી ઘટવા લાગશે. જો કે બોક્સ ઓફિસ પર આવું થતું હોય તેવું લાગતું નથી.

સપ્તાહાંતની સાથે પુષ્પા 2 અઠવાડિયાના દિવસોમાં પણ તેનું આકર્ષણ ચાલુ રાખે છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે શનિવારે બોક્સ ઓફિસ પર 12.5 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું હતું. કુલ કમાણીની વાત કરીએ તો પુષ્પા ફિલ્મની સિક્વલે ભારતમાં 24 દિવસમાં 1141.35 કરોડ રૂૂપિયાની કમાણી કરી લીધી છે. આ પછી રવિવારે પણ ફિલ્મની કમાણીમાં મોટો વધારો થયો છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ સિનેમાઘરોમાં તેના 25માં દિવસે પણ કમાલ કરી રહી છે. ફિલ્મને રવિવારની રજાનો પૂરેપૂરો ફાયદો થયો છે. જફભસક્ષશહસના અહેવાલ મુજબ, સમાચાર લખાય છે ત્યાં સુધી, પુષ્પા 2 એ 14.53 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. પુષ્પા 2 ફિલ્મ હિન્દી ભાષામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી છે. આ ફિલ્મને હિન્દી દર્શકોનો સૌથી વધુ પ્રેમ મળી રહ્યો છે. આ જ કારણ છે કે હિન્દી બેલ્ટમાં કલેક્શનના આંકડા પણ સતત વધી રહ્યા છે. અત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે 30 દિવસ પૂરા થવા પર ફિલ્મ કેટલા કરોડનો આંકડો પાર કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *