કાશ્મીરમાં ઝરણા થીજી ગયાનું આહ્લાદક દૃશ્ય

પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં શાનદાર દૃશ્યો જોવા મળ્યા છે. કાશ્મીરના તમામ ભાગમાં લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. ઉત્તર કાશ્મીરના તંગમર્ગના દ્રંગ…

પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં શાનદાર દૃશ્યો જોવા મળ્યા છે. કાશ્મીરના તમામ ભાગમાં લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. ઉત્તર કાશ્મીરના તંગમર્ગના દ્રંગ વોટરફોલમાં બરફ જામી ગયો છે.અહીંયા તાપમાનનો પારો શૂન્યથી નીચે જતાં ઝરણાનું પાણી ધીમે- ધીમે બરફમાં પરિવર્તિત થવા લાગ્યું છે. ઠંડીથી ઝરણું જામી જતાં ખૂબસૂરત દૃશ્યો જોવા મળ્યા. દ્રંગ વોટરફોલ નિહાળવા આવેલાં પ્રવાસીઓ કુદરતની અનોખી કારીગરીને જોઈને ખુશખુશાલ થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *