તેલંગાણામાં ભૂકંપના તીવ્ર આંચકા, મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં અસર

તેલંગાણામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. સવારે આ આંચકાને…

તેલંગાણામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. સવારે આ આંચકાને કારણે લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેલંગાણાના મુલુગુ જિલ્લામાં સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હૈદરાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે 7.27 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 40 કિલોમીટર ઊંડે હતું.


આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી હદે ડરી ગયા હતા કે ઘણા લોકોને ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડવાની ફરજ પડી હતી.


જોકે આ ભૂકંપના ઝટકાથી કેટલું નુકસાન થયું છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. માહિતી અનુસાર ભૂકંપના આંચકા બુધવારે સવારે લગભગ 7:27 વાગ્યાની આજુબાજુ આવ્યા હતા. જેની અસર 200 કિ.મી. દૂર હૈદરાબાદ સુધી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *