જાણીતી એક્ટ્રેસ શોભિતા શિવન્નાનું મૃત્યુ થયું છે. તે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રી અને ફિલ્મ જગતનો જાણીતો ચહેરો હતો. શોભિતા શિવન્ના રવિવારે 1 ડિસેમ્બરે પોતાના હૈદરાબાદ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને શંકા છે કે શોભિતાએ પોતાને ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો છે. તેણી પોતાના ઘરમાં પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. રિપોર્ટ પ્રમાણે, અભિનેત્રીએ 30 નવેમ્બરની રાત્રે આત્મહત્યા કરી હતી. તે 30 વર્ષની છે અને કર્ણાટક સાથે જોડાયેલી છે. શોભિતા પરિણીત છે. તે છેલ્લા બે વર્ષથી હૈદરાબાદમાં રહેતી હતી. એક્ટ્રેસની મોતનું કારણ સ્પષ્ટ નથી થયું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. શોભિતા શિવન્નાએ 12થી વધારે જાણીતા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે એટીએમ, જેકપોટ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે છેલ્લે કન્નડ ફિલ્મ ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’માં જોવા મળી હતી. આ ફિલ્મને તેના ફેન્સ અને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે રેગ્યુલર સોશિયલ મીડિયા પર પોતાના ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી. અભિનેત્રી લગ્ન પછી છેલ્લા 2 વર્ષથી હૈદરાબાદમાં રહેતી હતી અને તેલુગુ ફિલ્મમાં કામ કરવાની તક મેળવવાની રાહ જોઈ રહી હતી. તેણે કન્નડ ફિલ્મ દુનિયાથી દૂર થઈ ગઈ હતી. તેના ફેન્સ હાલમાં પણ તેના કામથી કનેક્શન ફિલ કરી રહ્યા છે.
કન્નડ અભિનેત્રી શોભિતા શિવન્નાએ આપઘાત કર્યો
જાણીતી એક્ટ્રેસ શોભિતા શિવન્નાનું મૃત્યુ થયું છે. તે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રી અને ફિલ્મ જગતનો જાણીતો ચહેરો હતો. શોભિતા શિવન્ના રવિવારે 1 ડિસેમ્બરે પોતાના હૈદરાબાદ સ્થિત…
