ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના કમિશનરનું જાહેરનામું
જામનગર મહાનગર પાલિકાનાં કમિશનર ડી.એન. મોદી એ દોઢ માસ માટે સાત રસ્તા થી ગુરૂૂદ્વારા સુધી નો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત લેફ્ટ અને રાઈટ સાઈડના બ્રીજ સ્પાનને સેન્ટરના ફોરલેન બ્રીજ સાથે ની કનેક્ટીવીટી ની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા જંકશન સુધી નો રોડ સલામતીના ભાગરૂૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુ થી તા.15/11/2024 થી 30/12/2024 સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે, જેનો અમલ કરવાનો હુકમ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે નિયમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટે ની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં સાત રસ્તા સર્કલ તરફથી ગુરુદ્વારા જંકશન તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલ્કેશ્વરી નગરી આદર્શ હોસ્પિટલ વાળા રોડ થી વાલ્કેશ્વરી નગરી ફેઇઝ – 2 અને ફેઈઝ – 3ના તમામ રસ્તાઓ, મંગલબાગ અને સ્વસ્તિક સોસાયટી થી જી.જી. હોસ્પિટલ તરફનો રોડ તથા વાલ્કેશ્વરી નગરી ફેઇઝ – 3 નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાઓ ખુલ્લા રહેશે. આમ, સાત રસ્તાથી ગુરુદ્વારા તરફ જતા વાલ્કેશ્વરી નગરીના તમામ આંતરિક રસ્તાઓનો ઉપયોગ ચાલુ રહેશે.ગુરુદ્વારા જંકશન તરફથી સાત રસ્તા સર્કલ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે.
જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ગુરુદ્વારા જંકશનથી લાલ બંગલા સર્કલ થઇ સાત રસ્તા સર્કલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. તેમજ ગુરુદ્વારા જંકશનથી વાલ્કેશ્વરી નગરી ફેઇઝ – 2 અને ફેઈઝ – 3 મેઈન રોડ સુધીનો રસ્તો પણ ખુલ્લો રહેશે.જ્યારે ભારે વાહનો માટેની વૈકલ્પિક વ્યવસ્થા મા સાત રસ્તા સર્કલથી લાલ બંગલો સર્કલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સર્કલ થઇ કે.વી. રોડ પરથી સુભાષબ્રીજ પર જઈ શકાશે. સુભાષબ્રીજ થી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઇ લાલબંગલા સર્કલ થઇ સાત રસ્તા સર્કલ જઈ શકાશે.