સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા

શહેરમાં સીટીબસના ચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જતા રહે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભક્તિનગર સર્કલ પાસે સીટીબસના ચાલકે ઠોકરે ચડાવતા સાયકલ સવાર…


શહેરમાં સીટીબસના ચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જતા રહે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભક્તિનગર સર્કલ પાસે સીટીબસના ચાલકે ઠોકરે ચડાવતા સાયકલ સવાર પ્રૌઢ ઘવાયા હતાં હરીધવા રોડ પર શ્રધ્ધા પાર્કમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ નાઢા નામના પ્રૌઢ પોતાની સાયકલ લઈ જતા હતા ત્યારે ભક્તિનગર સર્કલ પાસે સીટીબસના ચાલકે સાયકલને ઠોકરેચડાવતા દિલિપભાઈને બંને પગે ઈજા થતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.