ગુજરાત

9 આઈએએસ અધિકારીને ટ્રેનિંગ પૂરી થતાં આસિ.કલેક્ટરના પોસ્ટિંગ અપાયા

Published

on

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે 2022ની બેન્ચના સનદી અધિકારીઓની ટ્રેનીંગ પૂર્ણ થતાં આસીસ્ટન્ટ કલેકટર તરીકે પોસ્ટીંગ આપ્યા છે. આ ઉપરાંત રાજકોટ સિટી-2 આસીસ્ટન્ટ કલેકટર નિશા( 2021 બેન્ચ)ની બદલી કરાઈ છે.


આજે ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના અગ્ર મુખ્ય સચિવ કમલ દાયાણી દ્વારા નોટિફીકેશન બહાર પાડીને નવ આઈએએસ અધિકારીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. આ તમામ અધિકારીઓએ આઈએએસ પ્રોફેશનલ કોર્સના બીજા ભાગની ટ્રેનીંગ પૂર્ણ કરી હતી. ટ્રેનીંગ પૂર્ણ કરતાં સરકાર દ્વારા નોટિફીકેશન બહાર પાડીને નવ આઈએએસ અધિકારીને પોસ્ટીંગ આપી દેવામાં આવ્યું છે. રાજકોટમાં આસીસ્ટન્ટ કલેકટર તરીકે ફરજ બજાવતાં નિશાની બદલી કરી તેને સ્થાને મહેક જૈનને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ભાવનગરના આસીસ્ટન્ટ કલેકટર તરીકે પ્રતિભા દહૈયા, ધંધુકાના આસીસ્ટન્ટ કલેકટર તરીકે વિદ્યાસાગર, કેશોદમાં વંદના મીણા, પેડલાદમાં હિરેન બારોટ, રાધનપુરમાં રાજેશકુમાર મોર્યા, ધ્રોલમાં સ્વપ્નીલ સીસલે, નિઝરમાં ઓમકાર સિંદે અને દેવભૂમિ દ્વારકામાં અનમોલ આવટે ને આસીસ્ટન્ટ કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version