ભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધ

ભાવનગરના શહેરીજનોને ઉનાળા અને ચોમાસાના દિવસોમાં તો વીજ કંપની દ્વારા વારંવાર મેન્ટેનન્સના બહાના તળે વીજ કાપના ઝટકા આપ્યા છે. હજુ પણ પ્રજાની હેરાનગતિ બાકી હોય…

ભાવનગરના શહેરીજનોને ઉનાળા અને ચોમાસાના દિવસોમાં તો વીજ કંપની દ્વારા વારંવાર મેન્ટેનન્સના બહાના તળે વીજ કાપના ઝટકા આપ્યા છે. હજુ પણ પ્રજાની હેરાનગતિ બાકી હોય તેમ દિવાળીના દિવસોમાં પણ રવિવારે શહેર અને આસપાસના 63 ફીડરોમાં 9 કલાક વીજકાપ સાથે ભાવનગરને બાનમાં લેવાનું નક્કી કરાયું છે. જેના કારણે રવિવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પણ બંધ રહેનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલ તા. 25 ને રવિવારના રોજ GETCO વિભાગ દ્વારા મરામતની કામગીરી કરવાની હોવાથી ચિત્રા તથા તરસમીયા ફિલ્ટર ઉપર સવારે 6થી બપોરના 3 વાગ્યા સુધી વીજ કાપ રહેનાર હોવાથી બંને ફિલ્ટર પરના તમામ પમ્પીંગ બંધ રહેશે.

ચિત્રા ફિલ્ટર આધારિત કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં આવતા તમામ વિસ્તારો તેમજ અક્ષરપાર્ક સોસાયટી તથા તેની આસપાસના તમામ વિસ્તારો તેમજ ઈશ્વરનગર, મફતનગર, સત્યમ-શિવમ-સુંદરમ સોસાયટી, અમર પાર્ક, રામદેવનગર, ભીમરાવ, ભીમનગર વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.

ફુલસર GLR આધારિત વિસ્તારમાં અંજલિપાર્ક, સ્વપ્ન સાકાર ટાઉનશીપ, પ્રધાનમંત્રી આવાસ-16,30,36, ફુલસર ગામતળ, કર્મચારીનગર, સુખશાંતિ સોસાયટી, સ્લમ બોર્ડ વગેરે સરિતા સોસાયટી, ભાવના સોસાયટી, મેપાનગર, પટેલ સોસાયટી, ચંદ્રોદય પાર્ક, ચામુંડા, શાંતિનગર, પોપટભાઈની વાડી વગેરે વિસ્તારમાં પાણીસપ્લાય બંધ રહેશે.ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે તા. 25મી ઓક્ટોબરને રવિવારે વીજ ગ્રાહકોએ લાંબા વીજકાપનો સામનો કરવો પડશે. જેટકો દ્વારા 220 કે.વી. વરતેજ સબ સ્ટેશન ખાતે અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 6થી બપોરે 3 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત 66 કે.વી. દેસાઈનગર, ચિત્રા, સરદારનગર, સિદસર, ભુંભલી અને બંદર રોડ સબ સ્ટેશનમાંથી વીજપુરવઠો મેળવતા વિવિધ વિસ્તારોમાં પણ વીજકાપની અસર જોવા મળશે. PGVCLના સીટી-2 ડિવિઝન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, માધવાનંદ, મીરાંનગર, ગીતાનગર, પ્રમુખ દર્શન, અમરપાર્ક, હરિઓમ, સંસ્કાર મંડળ, રેન્ટાવાલા સહિતના વિવિધ જ્યોતિગ્રામ ફીડરો હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.

તરસમીયા ફિલ્ટર આધારિત બાલાયોગીનગર ESR વિસ્તારમાં ગાયત્રીનગર, વારાહી સોસાયટી, પ્રગતી સોસાયટી, ઘાવડીમાં ગલી, અખિલેશ સર્કલ આસપાસના તમામ વિસ્તારોમાં મીની હીરા બજાર, લાભાવાડ, શહેર ફરતી સડક, રુવા ગામ, નવી-જૂની પીપલ્સ સોસાયટી, મૈત્રી, બાપુનગર, અકવાડા, ઘોઘારોડ, લીલા ઉડાન પાછળના વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. તરસમીયા ફિલ્ટર આધારિત વર્ધમાન ESR વિસ્તાર સીંગલીયા, 500 ઊઠજ, જુના બે માળિયા, સીતારામનગર, લક્ષ્મી નગર, નાથીજી, શિવનગર, પ્રગતી નગર, હરિ ઓમનગર, સ્વપ્ન સૃષ્ટિ, મેમણ કોલોની, અભિનવ પાર્ક, દેવરાજ નગર, માલધારી શિક્ષક, ભાગ્યોદય, તપ્તેશ્વર રેસીડેન્સી, તપ્તેશ્વર હાઈટ્સ, શેત્રુંજી, અધેવાડા ગામ તળ, ટોપ થ્રી સર્કલથી દુ:ખીશ્યામ સર્કલના તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.તરસમીયા ફિલ્ટર આધારિત દિલબહાર ઊજછના વિસ્તાર સાગવાડી, ઓસિયન પાર્ક, કેશરીયા હનુમાન રોડ, કાળીયા બીડ-ડી, ઈસ્કોન મેગા સીટી, અવધનગરના તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. તરસમીયા ફિલ્ટર આધારિત રુવા નવી ESR માંથી પાણી સપ્લાય થતાં જગન્નાથ પાર્ક, બાલા હનુમાનજી પાછળનો વિસ્તાર, નેચરલ પાર્ક, સુવિધા ટાઉનશીપ, વર્ષા સોસાયટી, રુવા ટી.પી. વિસ્તાર તથા આજુ બાજુના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. જ્યારે શહેરના અન્ય તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય રાબેતા મુજબ રહેશે.