શુક્રવારે દિલ્હીમાં યોજાનાર દિલજીત દોસાંજ કોન્સર્ટને પોલીસની મંજૂરી

પંજાબી ગાયક અને ગ્લોબલ રોકસ્ટાર દિલજીત દોસાંજના ફેન્સ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારા તેમના લાઈવ કોન્સર્ટને લઈને સર્જાયેલી અસમંજસની સ્થિતિ હવે…

પંજાબી ગાયક અને ગ્લોબલ રોકસ્ટાર દિલજીત દોસાંજના ફેન્સ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારા તેમના લાઈવ કોન્સર્ટને લઈને સર્જાયેલી અસમંજસની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. દિલ્હી પોલીસ સાથેની શ્રેણીબદ્ધ બેઠકો બાદ કોન્સર્ટ માટે જરૂૂરી પરમિશન આપી દેવામાં આવી છે.

અગાઉ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના કારણોસર આ કાર્યક્રમને પરવાનગી આપવા સામે પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, ટિકિટિંગ પાર્ટનર BookMyShow અને આયોજકોએ સ્પષ્ટતા કરી છે કે શો ક્યારેય રદ કરવામાં આવ્યો નહોતો. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક માટે વધારાના આયોજનની માંગ કરી હતી. આયોજકો દ્વારા સુરક્ષા ચાર્ટ અને વિગતવાર રોડમેપ રજૂ કરાયા બાદ પોલીસે કાર્યક્રમ માટે લીલી ઝંડી આપી દીધી છે.