ગુજરાત
ટંકારા નજીક કતલખાને ધકેલાતા 85 પશુઓને બચાવાયા: ત્રણના મોત
મોરબી ગૌરક્ષક, મોરબી હિન્દુ યુવા વાહિનીના અધિકારીને બાતમી મળી હતી કે કચ્છથી જામનગર તરફ એક વાહનમાં ઠસોઠસ ગૌવંશ સહિતના પશુ ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે. આથી મોરબી અને વાંકાનેરના ગૌરક્ષકોએ કડક વોચ ગોઠવી હતી અને મોડી રાતે કચ્છના માળિયાથી નીકળેલી ગાડી ટંકારા પાસે પહોંચી કે તેનો પીછો કરીને રોકાવવામાં આવી હતી અને તેને ખોલીને ચેક કરાતાં તેમાં ખોરાક, પાણીની સગવડ વગર ગૌ વંશ સહિતના 85થી વધુ પશુ ભર્યા હતા. આથી ગૌરક્ષકોએ ગાડીના ચાલકને ઝડપી પોલીસને સોંપી દીધો હતો અને ટંકારા પોલીસે ગાડી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી, વાંકાનેર અને કચ્છના હિન્દુ યુવા વાહિનીના સભ્યો ટંકારા પાસે વોચમાં વોચમાં હતા ત્યારે કચ્છ માળિયા બાજુથી જામનગર લઈ જવા નીકળેલી ગાડી નંબર ૠઉં12ઇઢ2629ને રોકીને તલાશી લેતાં તેમાંથી કુરતાપૂર્વક બાંધેલા ગૌવંશ સહિતના 85થી વધુ પશુ મળ્યા હતા, જો કે તેમાંથી 3ના મોત થયાનું બાદમાં સામે આવ્યું હતું. આથી ગાડી ચાલક દિલાવર અબ્દુલ પઠાણને ટંકારા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અને ગાડી ટંકારા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી.
આ ટ્રકમાં બધા જીવો ખુબ જ નાજુક યાતનાભરી સ્થિતિમાં હતા તેમને રાજકોટ મહાજન પાંજરાપોળ દ્વારા આશ્રય આપી તેમની યોગ્ય ડોકટરી સારવાર તેમજ ખોરાક-પાણી આપવામાં આવેલ છે. કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં જૈન અગ્રણી જીવદયા પ્રેમી ગૌરક્ષક સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી કેતનભાઈ સંઘવી અને જીવ રક્ષા ફાઉન્ડેશનના મેનેજિંગટ્રસ્ટી ગુર્જર ક્ષત્રિય કાઠિયાવાડ કડિયા સમાજના યુવા અગ્રણી મયંક ભાઇ રાઠોડ તેમજ અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના રાજ્ય સંગઠન મંત્રી તેમજ મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, હિત રાજસિંહ પરમાર, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, ભાવિનભાઈ, મનીષભાઈ કનજારિયા, દીપકભાઈ રાજગોર વાંકાનેર ગૌરક્ષક તેમજ મોરબી ચોટીલા લીંબડી વાંકાનેર રાજકોટ ગૌરક્ષક સંપૂર્ણ ટીમનો સહયોગ સાંપડયો હતો. આ તકે રાજકોટ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ શ્રેયસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા,પંકજભાઈ કોઠારી, સુમનલાલ કામદાર વિગેરે તમામ ટ્રસ્ટીઓ આ સર્વેને ખુબ ખુબ અનુમોદનાં કરેલ.