ગુજરાત

પ્રદર્શન મેદાન લોકમેળામાંથી 8 ગેરકાયદેસર રાઈડ્સ દૂર કરાઈ

Published

on

લોકમેળો ભ્રષ્ટાચારનો મેળો, શહેરમાં ચર્ચાઓ: અંતે મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મેળાની મુલાકાત લીધી

જામનગરના શ્રાવણી લોકમેળાને દર વર્ષે વિવાદમાં સપડાઈ જવાનું કાયમી વરદાન છે, આ વખતે તો વિવાદ સાથે જ ભ્રષ્ટાચારનો ભયાનક ધૂમાડો પણ પ્રદર્શન મેદાન પર મંડરાઈ રહ્યો હતો, ત્યાં જ એક ધંધાર્થીએ કમિશનર સમક્ષ એક લેટરબોમ્બ ફોડયો અને સૌ સંબંધિતોની પ્રતિષ્ઠાના ચીંથરા ઉડી ગયા. તાજેતરમા રાજકોટ ગેમઝોનની વિનાશકારી ગોઝારી ઘટના બન્યા બાદ જામનગર મહાનગરપાલિકાના ઉસ્તાદ અધિકારીઓ અને પદાધિકારીઓએ આ વર્ષે શહેરના પ્રદર્શન મેદાન ખાતે યોજાઈ રહેલા શ્રાવણી લોક મેળામાં લોકોની સુરક્ષા અને વાસ્તવિક જરૂૂરિયાતો અંગે બોધપાઠ લેવો જોઈએ તેથી તે ઘટના ધ્યાનમા રાખીને આ વર્ષે શ્રાવણી મેળો શરૂૂ થયા પહેલા, વર્ષોથી ચાલી આવતી પ્રથા પ્રમાણે લોક મેળાના સ્થળ પર આડેધડ ખડકાઈ જતી રાયડો ઉભી થતા પહેલા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દરેક પ્રકારની બાબતોને ધ્યાને લઈ લોકમેળાના સ્થળ પર વારંવાર દોડી જઈને ટેકનિકલ ટેસ્ટ, સોઇલ ટેસ્ટ માટીના નમૂનાઓ, રાઈડ સ્ટ્રક્ચર સ્ટેબીલિટી સ્ટ્રેન્થ, પર્ફોર્મન્સ સહીત તમામ પ્રકારના ટેસ્ટ અંગે મીડિયાને પણ સાથે કસરત કરાવીને જામનગરના નગરજનો સમક્ષ અનેક પ્રકારના ધતિંગા કર્યા છતા, આજે પ્રદર્શન મેદાન ખાતે યોજાતા લોકમેળાની શરૂૂઆતને એક દિવસ પહેલા સ્થળ પર એક રાઈડના પ્લોટ ધારકે કમિશનર સમક્ષ લેટર લખી એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લેટરમા આપેલી વિગતોના આધારે આજે મેયર સહીત અધિકારીઓ અને પદાધિકારીઓએ ફરી ચેકીંગ હાથ ધર્યું હતું.આ લોકમેળાના રાઈડ્સના એક ધંધાર્થી ઈમરાન મમુદભાઈએ કોર્પોરેશનમાં કમિશનરને આપેલાં આવેદનપત્રમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

તેઓ લખે છે: મેળામાં મોટી રકમના ઉઘરાણાં કરી ગેરકાયદેસર રીતે રાઈડ્સ સહિતના અલગઅલગ પ્રકારના ધંધાર્થીઓને ઘુસાડી દેવાનો કારસો રચાયો છે. અધિકારીઓ અને મળતિયાઓએ કમાણી માટેની ગોઠવણ કરી લીધી છે. આ આખો ખેલ છઠ્ઠના દિવસે પડશે. ગેરકાયદેસર ધંધાર્થીઓ માટે અહીં નભાવતાલથ પણ નકકી થયા છે. એક ચક્કરડીના રોજના 15,000- નાસ્તાની એક લારીના 12,000- પાનની કેબિનના રોજના રૂૂ. 7,000 આ પ્રકારના ઉઘરાણાં છઠ્ઠથી માંડીને જ્યાં સુધી લોકમેળાઓ ચાલે ત્યાં સુધી કરવા માટેની ગોઠવણ થઈ ચૂકી છે. આમાં એસ્ટેટ વિભાગ તથા પોલીસ વિભાગ વગેરેની સંડોવણી અંગે પણ ઉલ્લેખ છે. આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, કોઈ પણ પ્રકારની મંજૂરીઓ વિનાના આવા ધંધામાં કોઈ મોટી દુર્ઘટનાઓ સર્જાય તો, હજારો લોકોના જાનમાલની સુરક્ષા સલામતીની જવાબદારીઓ કોની ? આ પ્રશ્ન અત્યાર સુધી કોઈના ધ્યાન પર શા માટે ન આવ્યો ? અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ જામનગરના લોકમેળાઓ કયારેય વિવાદ કે ભ્રષ્ટાચારથી દૂર રહ્યા નથી, એવું શહેર આખું જાણે છે. મેયર તેમજ કમિશનર સહિતના અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા મેળાના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને મંજૂરીની પ્રક્રિયાઓ લગભગ પૂર્ણતાના આરે છે, અને આવતીકાલે મેળો શરૂૂ થાય તેવી શક્યતાઓ છે.

દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં મંજૂરી વગરની નાની મોટી આઠ જેટલી રાઇડને એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે. નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા, નાયબ કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોય તથા અન્ય અધિકારીઓ અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો વગેરે દ્વારા પ્રદર્શન મેદાનના મેળા નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વ્યવસ્થા ની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરોક્ત સ્થળે 8 જેટલી નાની મોટી રાઈડ કે જે મંજૂરી વગર રાખવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી તાત્કાલિક તેને દૂર કરી લેવામાં આવી છે.

રાજકોટની ગેમઝન દુર્ઘટના બાદ યાંત્રિક રાઈડ શરૂૂ કરવા માટેના કેટલાક નવા નિયમો જાહેર થયા છે, તેને અનુરૂૂપ પ્રદર્શન ગ્રાઉન્ડના મેળામાં યાંત્રિક રાઈડ શરૂૂ કરવા માટેની મંજૂરી ની પ્રક્રિયાઓ ચાલી રહી છે, અને લગભગ અલગ અલગ વિભાગની મંજૂરીઓ એકત્ર કરવામાં આવી છે. જેથી આવતીકાલે મેળા નું લાયસન્સ ઇસ્યુ થઈ જાય અને મશીન મનોરંજન ની રાઈડ ચાલુ થઈ જાય તેવી સંભાવનાઓ છે. દરમિયાન હાલમાં મશીન મનોરંજનની રાઇડ સિવાય રમકડાં સ્ટોલ, ફૂડ સ્ટોલ વગેરે ચાલુ થઈ ગયા છે. પરંતુ રાઈડ વિના મેળો સુનો સુનો લાગી રહ્યો છે.

લોકમેળામાં ફાયર વિભાગનું ચેકિંગ
જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે શ્રાવણી લોક મેળામાં ફાયર સેફ્ટીની ખાતરી કરવા માટે ગઈકાલે ફાયર ઓફિસર ટીમ સાથે કે. કે. બિસ્નોઈ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે સ્થિત સ્ટોલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફાયર એક્સટિંગ્વિશર બોટલોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મેળામાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા માટે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version