ગુજરાત

રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકામાં 18.90 કરોડના ખર્ચે નિર્માણ થશે 8 બ્રિજ

Published

on

રાજકોટ જિલ્લાના રાજકોટ તેમજ કોટડાસાંગાણી તાલુકા વિસ્તાર હેઠળના જુદા જુદા ગામોને જોડતા મેજર અને માઈનર બ્રીજ બનાવવા માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી જેના પરિણામે રાજકોટ શહેરને જોડતા રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાઓના ગામ્ય વિસ્તારમાં ચોમાસાના ભારે વરસાદના પરિણામે પડતી અગવડતા તેમજ ટ્રાફિક સમસ્યા આગામી સમયમાં હળવી બનશે.


રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓ પરના બ્રીજની હાલત ઘણા સમયથી ખરાબ હતી આથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ નવા બ્રીજનું બાંધકામ કરવા મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ તાલુકાના ત્રંબા-વડાળી રોડ પરનો મેજરબ્રીજના બાંધકામ માટે રૂૂ.6.00 કરોડ તેમજ કોટડા સાંગાણી તાલુકાના 1) શાપર વેરાવળ પડવલા રોડ પરના 2-બ્રીજના બાંધકામ માટે રૂૂ.2.40 કરોડ 2) એસ.એચ. ટુ રામોદ મોટા માંડવા રોડ પરના 3-માઇનોર બ્રીજના બાંધકામ માટે રૂૂ.6.50 કરોડ 3) ભાડવા દેવાળીયા પાંચતલાવડા જુના રાજપીપળા રોડ પરના માઈનોર બ્રીજના બાંધકામ માટે રૂૂ.2.00 કરોડ 4) કરમાળ પીપળીયા બગદડીયા દેવરીયા રોડ પરના માઈનોર બ્રીજના બાંધકામ માટે રૂૂ.2.00 કરોડ એમ મળી કુલ 8- બ્રીજના બાંધકામ માટે રૂૂ.18.90 કરોડની સૈધાર્તિક મંજુરી આપવામાં આવી છે. ઉકત મંજુરી મળતા નામે મંત્રી ભાનુબેન બાબરીયા સર્વે રાજકોટની શહેરની જનતા વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version