ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર

હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના…

હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો

ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના 7 રેસિડેન્ટ ડોક્ટરે રેગિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં ખંડણી અને દારૂૂની કલમ નહીં ઉમેરાતા જામીન લાયક ગુનો બની ગયો છે.

હાલ સાતેય રેસિ. ડોક્ટર ફરાર થઈ ગયા છે. સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થયેલા અમાનુષી રેગિંગ કાંડમાં જૂનિયર પાસેથી દારૂૂની બોટલો મંગાવતા તેમજ ખંડણી લેતા હતા. જેનો પર્દાફાશ થતાં નિલમબાગ પોલીસ મથકમાં ડો. વીર ઉર્ફે વીરેન્દ્રસિંહ જાડેજા, ડો. જયંત દેવાણી, ડો. પ્રવીણ વર્મા, ડો. ધર્મેન્દ્ર દયાળ, ડો. વિશાલ ડાભી, ડો. અમન વર્મા અને ડો. દિવ્ય મોદી વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ ફરિયાદમાં ખંડણી તેમજ દારૂૂની કલમો ઉમેરવામાં ન આવી હોવાથી કેસ નબળો કરી નાંખ્યો હોવાના આક્ષેપો થયા હતા. જેથી આ ફરિયાદ જામીન લાયક ગુનો બની ગઈ હતી.

જો કે, સાતેય આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થયા છે. જે મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉનડકટે જણાવ્યું હતું કે, આરોપીઓ પાછળ ત્રણ-ત્રણ પોલીસ કર્મચારીની બે ટીમો તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં ઝડપી લેવામાં સફળતા મળશે. જો કે, 2025માં પણ નિલમબાગ પોલીસે નાટકીય ઢબે તબીબી આરોપીને હાજર કર્યા હતા તો શું આ વખતે પણ નિલમબાગ પોલીસ સાતેય આરોપીઓને નાટકીય ઢબે જ હાજર કરશે તેવો લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. પરંતુ એચ.ઓ.ડી સહિતના કોઈ સિનિયર ફરિયાદ નોંધાવવા સુધ્ધા તૈયાર ન હતા જેથી આખરે માત્ર 29 દિવસ પૂર્વે ફરજ પર જોડાયેલા આસિ. પ્રોફેસરને ફરિયાદી બનાવાયા હતા.