ગુજરાત

7 મહિના શું ર્ક્યુ?, OBC કમિશન મુદ્દે સરકારને ઝાટક્તી હાઇકોર્ટ

Published

on

કમિશન ફ્કત પેપર પર છે, એક મેમ્બરનું કમિશન હોઇ શકે નહીં; ચીફ સેક્રેટરીને જવાબ રજૂ કરવા આદેશ


ગુજરાત હાઇકોર્ટમાં વિસનગરના ઉમિયા પરિવાર દ્વારા એડવોકેટ વિશાલ દવે મારફત જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. અરજીમાં જણાવાયું હતું કે રાજ્યમાં ઓબીસી કમિશનની સ્થાયી રૂૂપે રચના નથી કરાઈ, કમિશન સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને સેન્ટ્રલ ઘઇઈ કમિશનની જેમ નથી, એ ફક્ત એક જ સભ્યનું કમિશન છે, જેના ચેરમેન નિવૃત્ત હાઈકોર્ટ જજ છે. દર 10 વર્ષે ઘઇઈ જ્ઞાતિઓને લઈને સમીક્ષા કરવાની હોય એ પણ થતી નથી.


અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે સરકારે આ માટે સમય માગ્યો હતો. આ કમિશનમાં ચેરપર્સન સાથે અન્ય બે સભ્યો હોવા જોઈએ. કુલ 3 સભ્ય કમિશનમાં હોવા જરૂૂરી છે, એટલે કે 2 સભ્યની નિમણૂક કરવાની છે. એ મુદ્દે સરકારી વકીલે જણાવ્યું હતું કે આ અંગેની ફાઈલ રાજ્યના મુખ્યમંત્રીના એપ્રૂવલ માટે મોકલી અપાઇ છે.
જાન્યુઆરી મહિનામાં સરકારે સમય માગ્યો હતો, જેના 7 મહિના વીત્યા બાદ આજે સરકારે જણાવ્યું હતું કે બે મેમ્બરની નિમણૂક કરવા માટે હજી પણ નિર્ણય લેવાનો બાકી છે. જોકે કમિશન અસ્તિત્વમાં છે અને એક મેમ્બરથી પણ ચાલી રહ્યું છે.


તેથી હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કે વાર્તાની જગ્યાએ શું કામ થયું છે? એ વિશે જણાવો. કમિશન ફક્ત પેપર પર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એક મેમ્બરનું કમિશન હોઈ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કરીને સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો? શા માટે કમિશનની ફેર રચના કરવામાં આવી?


જો સરકાર પાસે જવાબ ના હોય તો તે કોર્ટ પાસે સમય માગે, નકામી દલીલો કરે નહિ. પહેલા મહિનામાં તમે કોર્ટને બે સભ્યના નિમણૂક કરવાની બાંયધરી આપી હતી તો 7 મહિનામાં તમે શું કર્યું? કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવે નહિ. હાઇકોર્ટે ઓબીસી કમિશનની રચના મુદ્દે રાજ્યના ચીફ સેક્રેટરી પાસે જવાબ માગ્યો હતો. આ મુદ્દે વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.


અગાઉ આ કેસમાં કોર્ટમાં રજૂઆતો થઈ હતી કે આ કમિશનની રચના લેજિસ્લેટિવ બોડી દ્વારા થવી જોઈએ, નહિ કે એક્ઝિક્યુટિવ બોડી દ્વારા. તેના ચોક્કસ નિયમો અને નીતિઓ હોવાં જોઈએ, જે નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્દિરા સહાનીના કેસમાં કેન્દ્રમાં અને દરેક રાજ્યમાં સ્થાયી ઓબીસી કમિશનની રચનાના નિર્દેશ આપ્યા છે, પરંતુ ગુજરાતમાં કામચલાઉ રીતે કમિશન રચવામાં આવ્યું છે. ઓબીસી કમિશને અન્ય પછાત જાતિઓને ઓળખી તેની પરખ કરીને સ્ટેટ ઓબીસી લિસ્ટમાં સમાવેશ કરવાનો હોય. એની સત્તા હાઈકોર્ટ જેટલી હોય છે.

કેમ કોઈ તજજ્ઞને રખાયા નથી?
કોર્ટે કહ્યું હતું કે દર 5 વર્ષે કમિશનના ચેરપર્સન નિવૃત્ત થાય છે, કમિશન કાયમી જ છે. સ્થાયી કમિશનની રચના માટે લેજિસ્લેટિવ દ્વારા થવી જોઈએ. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે કમિશનમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેમ કોઈ તજજ્ઞને રખાયા નથી? બોડીનો અર્થ ફક્ત એક વ્યક્તિ હોઈ શકે નહિ. બોડીનું કાર્ય સમયાંતરે ઘઇઈ જ્ઞાતિઓની સમીક્ષા કરવાનો છે. ફક્ત કમિશન પાસે આવતી ફરિયાદો જોવાનું નથી. અરજદારે જણાવ્યું હતું કે અન્ય પછાત જ્ઞાતિઓ માટે જ્યારે નીતિઓ બનાવવાની હોય ત્યારે સરકારે કમિશનનો સંપર્ક કરવો પડે. ઘઇઈ કમિશનનું કાર્ય ભલામણો કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version