ગુજરાત

બેટી ગામે ધો.6ની વિદ્યાર્થિનીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

Published

on


શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા બેટી (રામપર)ગામે રહેતી ધો.6ની વિદ્યાર્થીનીએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પિતાએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.


જાણવા મળતિ વિગત મુજબ, રાજકોટ તાલુકાના બેટી ગામે રહેતી ખેરુન હનિફભાઇ ચલાગા (ઉ.વ.13) નામની સગીરાએ ગઇકાલે રાત્રે દસેક વાગ્યના આરસામાં પોતાના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથકિમ તપાસમાં એસીડ પી લેનાર ખેરુન બે ભાઇ એક બહેનમાં વચેટ હોવાનું અને ધો.6માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં ગઇકાલે તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હોય જેથી લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.


બીજા બનાવમાં લક્ષ્મીવાડી શેરી નં.3માં રહેતી સજ્જનબેન નરેન્દભાઇ મહિડા (ઉ.વ.28)નામની પરિણીતાએ ગત રાત્રે અગ્મય કારણો સર એસીડ પી લેતા તેણે સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેના લગ્ન 9 વર્ષ પહેલા થયા હોવાનું અને તેણે સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


ત્રીજા બનાવમાં જામનગર રોડ પર આવેલી સૈનિક સોસાયટીમાં રહેતી અને સાત મહિના પહેલા જ પરણેલી સેજલ કલ્પેશભાઇ રાયઠઠ્ઠા (ઉ.વ.22)નામની નવોઢાએ કોઇ કારણસર ફીનાઇલ પી લેતા તેણે સારવાર માટે ખસેડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version