Uncategorized

68મો રેલવે સપ્તાહ સમારોહ અતિ વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર નવી દિલ્હીમાં યોજાયો

Published

on

નવી દિલ્હીમાં આયોજિત 68મા રેલ સપ્તાહની ઉજવણીમાં પશ્ચિમ રેલવે ને વર્ષ 2023 માટે પાંચ શીલ્ડ અને સાત વ્યક્તિગત અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારો પ્રાપ્ત થયા. પશ્ચિમ રેલવેને વેચાણ પ્રબંધન, રેલ સહાય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત અતિ વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર શિલ્ડ પ્રાપ્ત કર્યા. પશ્ચિમ રેલવેએ ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન શીલ્ડ (દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે), લેવલ ક્રોસિંગ અને રોડ ઓવર/અંડર બ્રિજ સેફ્ટી વર્ક્સ શીલ્ડ (પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) અને સ્ટોર શીલ્ડ (મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) પણ મેળવ્યા છે.
આ પ્રતિષ્ઠિત શીલ્ડો પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી પ્રાપ્ત કરવામાં આવી હતી.તેવી જ રીતે, પશ્ચિમ રેલવેના સાત અધિકારીઓને વર્ષ 2022-23 દરમિયાન તેમની પ્રશંસનીય કામગીરી માટે આ પ્રસંગે વ્યક્તિગત નસ્ત્રઅતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારસ્ત્રસ્ત્ર પ્રાપ્ત થયા. આ એવોર્ડ વિજેતાઓ છે (1) શ્રી યોગેશ કુમાર – ડેપ્યુટી ચીફ એન્જિનિયર (2) શ્રી અનંત કુમાર – ડેપ્યુટી ચીફ એન્જિનિયર (3) ડો. જેનિયા ગુપ્તા – વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક (4) શ્રી પ્રિયાંશ અગ્રવાલ – ડિવિઝનલ એન્જિનિયર (5) શ્રીમતી મેનકા ડી. પાંડિયન – વરિષ્ઠ અનુભાગ અધિકારી (6) શ્રી બિનય કુમાર ઝા – સ્ટેશન અધિક્ષક (પરિચાલન) (7) શ્રી સંજુ પાસી – વાણિજ્ય અધિક્ષક, જેમને માનનીય રેલ્વે મંત્રી તરફથી અતિ વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર પ્રાપ્ત થયા. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર પશ્ચિમ રેલવેના અધિકારીઓની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી અને આ પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે તેમને અભિનંદન આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version